પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દિવ્યાંગજનોને દિવ્યાંગતા પ્રમાણપત્ર એનાયત કરાયા - At This Time

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દિવ્યાંગજનોને દિવ્યાંગતા પ્રમાણપત્ર એનાયત કરાયા


પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દિવ્યાંગજનોને દિવ્યાંગતા પ્રમાણપત્ર એનાયત કરાયા

મતદાર યાદીના ડેટા તથા ફિલ્ડ સર્વેની માત્ર ૨૪ દિવસની ઝુંબેશ થકી ૩૪૯ નવા પ્રમાણપત્રો એનાયત કરાયા

સરકાર મારા જેવા દિવ્યાંગોની પૂરી કાળજી રાખી રહી છે: ધીરૂભાઈ ધરજીયા

બોટાદમાં ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દિવ્યાંગજનોને દિવ્યાંગતા પ્રમાણપત્ર એનાયત કરાયા હતાં. જાન્યુઆરી, ૨૦૨૩ના મહિનામાં બોટાદ આરોગ્ય વિભાગ દ્વારા મતદાર યાદીના ડેટા તથા ફિલ્ડ સર્વેની માત્ર ૨૪ દિવસની ઝુંબેશ થકી ૩૪૯ નવા પ્રમાણપત્રો તાજેતરમાં આપવામાં આવ્યા હતા. આ પ્રમાણપત્ર થકી દિવ્યાંગજનો એસ.ટી.બસપાસ, દિવ્યાંગ લગ્ન સહાય, દિવ્યાંગ સાધન સહાય, શિષ્યવૃત્તિ, પાલક માતા-પિતા યોજના હેઠળ સહાય મેળવી શકશે. આ અવસરે દિવ્યાંગો તથા તેમના પરિવારજનોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

૬ વર્ષની નાનકડી ધ્રુવી જન્મથી જ દિવ્યાંગ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દિવ્યાંગતા પ્રમાણપત્ર મળતા ધ્રુવીના દાદા અને દાદીએ ધ્રુવી વતી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. આ અવસરે તેમણે જણાવ્યું હતું કે, બોલવા- ચાલવામાં અસમર્થ ધ્રુવીને સરકારીશ્રીનો ટેકો મળ્યો છે. જે બદલ અમે સરકારનો આભાર માનીએ છીએ.

બોટાદ તાલુકાના પાટી ગામના વતની હિતેષભાઈ મનોદિવ્યાંગ છે. ૪૩ વર્ષીય હિતેષભાઈ તેમના પરિવારના સભ્ય સાથે દિવ્યાંગતા પ્રમાણપત્ર લેવા આવ્યા હતા. ૮૦ ટકા મનોદિવ્યાંગતા ધરાવતા હિતેષભાઈ વતી તેમના પરિવારના સભ્યએ હિતેષભાઈની લાગણીને જાણે વાચા આપતા હોય તેમ જણાવ્યું હતું કે, હિતેષભાઇને મુખ્યમંત્રીના હસ્તે દિવ્યાંગતા પ્રમાણપત્ર મળતા અમારા પરિવારની અનેક ચિંતાઓ દૂર થઈ છે. હિતેષભાઈને સરકાર દ્વારા અમલી વિવિધ વિકલાંગ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળશે, જેથી અમારૂં જીવન વધુ સરળ બની શકશે.

સોનલબેન બોટાદના નાગલપર ગામના વતની છે. તેમને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમને દિવ્યાંગતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. સોનલબેન પ્રજ્ઞાચક્ષુ છે, અને તેમનો પરિવાર હીરા ઘસી ગુજરાન ચલાવે છે. દિવ્યાંગતા પ્રમાણપત્ર મળતા સોનલબેને પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, દિવ્યાંગતા પ્રમાણપત્રએ તેમના પરિવારની ચિંતા હળવી કરી છે.

પ્રજ્ઞાચક્ષુ હોય તો શું થયું શબ્દોમાં છે અનોખો જોશ… આ છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટી કુંડળ ગામના વતની ધીરૂભાઈ ધરજીયા, મુખ્યમંત્રીના હસ્તે તેમને દિવ્યાંગતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. ધીરૂભાઈએ અવસરને યાદગાર ગણાવતા જણાવ્યું હતું કે, સરકારનો હું ખૂબ આભાર માનું છું, સરકાર મારા જેવા દિવ્યાંગોની પૂરી કાળજી રાખી રહી છે. આ પ્રમાણપત્ર મળતા મારી અનેક સમસ્યાઓ દૂર થઈ છે.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.