CS એક્ઝિક્યુટિવનું ૧૩.૪૪ ટકા, પ્રોફેશનલનું ૧૯.૭૧ ટકા રિઝલ્ટ - At This Time

CS એક્ઝિક્યુટિવનું ૧૩.૪૪ ટકા, પ્રોફેશનલનું ૧૯.૭૧ ટકા રિઝલ્ટ


અમદાવાદઈન્સ્ટિટયુટ
ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા આજે સીએસ એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ
પ્રોગ્રામની પરીક્ષાનુ પરિણામ જાહેર કરવામા આવ્યુ છે. એક્ઝિક્યુટિવનું સરેરાશ
૧૩.૪૪ ટકા અને પ્રોફેશનલનું સરેરાશ ૧૭.૭૧ ટકા પરિણામ રહ્યુ છે. એક્ઝિક્યુટિવ
પ્રોગ્રામમાં અમદાવાદનો એક વિદ્યાર્થી ઓલ ઈન્ડિયામાં ૧૨ રેન્ક પર આવ્યો
છે.જુના-નવા કોર્સ બંનેની પરીક્ષા લેવાતી હતી ત્યારે જુનમાં માત્ર નવા કોર્સની જ
પરીક્ષા લેવાઈ છે.જુના કોર્સમાં પરીક્ષા આપવાની તકનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે.જુનમાં
લેવાયેલી એક્ઝિક્યુટિવ પ્રોગ્રામની પરીક્ષાનું ઓલ ઈન્ડિયાનું મોડયુલ-૧નું ૮.૭૬ ટકા
અને મોડયુલ-૨નું ૧૮.૧૨ ટકા પરિણામ રહ્યુ છે. એક્ઝિક્યુટિવનું સરેરાશ ૧૩.૪૪ ટકા
પરિણામ રહ્યુ છે. પ્રોફેશનલ પ્રોગ્રામમાં મોડયુલ-૧માં ૨૨.૦૭,મોડયુલ-૨માં
૧૮.૧૭ અને મોડયુલ-૩માં ૧૮.૯૦ ટકા પરિણામ રહ્યુ છે. પ્રોફેશનલનું સરેરાશ ૧૭.૭૧ ટકા
પરિણામ રહ્યુ છે.અમદાવાદ ચેપ્ટરમાં એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં મોડયુલ-૧નું ૯.૩૧
ટકા અને  મોડયુલ-૨માં ૧૯.૫૫ ટકા પરિણામ
રહયુ છે.ઓવરઓલ ૧૪.૪૩ ટકા પરિણામ રહ્યુ છે.જ્યારે
પ્રોફેશનલમાં મોડયુલ-૧નું ૨૨.૯૫ ટકા, મોડયલુ-૨માં ૨૫.૭૩ ટકા અને
મોડયુલ-૩માં ૧૬.૮૪ ટકા પરિણામ રહ્યુ છે. ઓવરઓલ ૨૧.૯૪ ટકા પરિણામ રહ્યુ છે.આમ
સેન્ટરનું પરિણામ ઓલ ઈન્ડિયા કરતા વધારે છે.ગત ડિસેમ્બરની પરીક્ષાની સરખામણીએ
જુનની પરીક્ષાનું પરિણામ ઓલ ઈન્ડિયા-અમદાવાદ બંનેમાં ઘટયુ છે.પ્રોફેશનલ
પ્રોગ્રામમાં સુરતની નિકિતા ચંદવાનીએ ઓલ ઈન્ડિયા ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે.જ્યારે
અમદાવાદ સેન્ટરમાં એક પણ વિદ્યાર્થી પ્રોફેશનલ પ્રોગ્રામમાં ઓલ ઈન્ડિયા રેન્કમાં
આવ્યો નથી. જો કે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં અમદાવાદના એક વિદ્યાર્થી યશ જૈને
સમગ્ર દેશમાં ૧૨મો રેન્ક મેળવ્યો છે. સીએસમાં
અમદાવાદમાંથી વિદ્યાર્થી સતત ઘટી રહ્યા છેઅમદાવાદ સેન્ટરમાંથી
છેલ્લા કેટલાક વર્ષોમાં સીએસ અભ્યાસક્રમમાં જનારા વિદ્યાર્થીઓ ઘટી રહ્યા છે. સીએ
અભ્યાસક્રમની સરખામણીએ સીએસ એટલે કે કંપની સેક્રેટરીના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ
ઓછો રસ દાખવે છે.આ વખતે જુન પરીક્ષામાં અમદાવાદ સેન્ટરમાંથી
એક્ઝિક્યુટિવ-પ્રોફેશનલ બંને પ્રોગ્રામમાં તમામ મોડયુલમાં કુલમ ળીને ૫૦૦ જેટલા
વિદ્યાર્થીઓ હતા.સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓ વધે તે માટે પ્રયત્નો કરવામા આવી રહ્યા
છે.જુન
૨૦૨૩માં સીએસનો સંપૂર્ણ નવો કોર્સ લાગુ થશે કંપની
સેક્રેટરીઝ( સીએસ) અભ્યાસક્રમનો સંપૂર્ણ કોર્સ ૨૦૨૩માં બદલાશે. ત્રણ વર્ષ પહેલા
નવો કોર્સ લાગુ થયો હતો ત્યારબાદ હવે ૨૦૨૩માં ફેબુ્ર.માં ફરી નવો કોર્સ લાગુ થશે
અને જે જુન ૨૦૨૩માં અથવા ડિસેમ્બર ૨૦૨૩માં પ્રથમવાર નવા કોર્સમાં પરીક્ષા
લેવાશે.જો કે હાલનો જે નવો કોર્સ તે જૂનો કોર્સ બનશે અને જેમાં પણ વિદ્યાર્થીઓને
પરીક્ષા આપવાની તક મળશે.હવે નવા કોર્સમાં બેંંક્રપ્સી અને ઈનસોલવન્સી સહિતના નવા
ચેપ્ટર ઉમેરાશે.

        


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.