વિરપુર તાલુકાના સાલૈયા ગામમાં તળાવ ઓવરફ્લો થતા પાણી ગામમાં ઘૂસ્યું, લોકોની ચિંતા વધી... - At This Time

વિરપુર તાલુકાના સાલૈયા ગામમાં તળાવ ઓવરફ્લો થતા પાણી ગામમાં ઘૂસ્યું, લોકોની ચિંતા વધી…


દર ચોમાસામાં તળાવનું પાણી ગામમાં આવી જતા ગ્રામજનોને હાલાકી...

સમગ્ર ગુજરાત રાજ્ય સહિત મહિસાગર જિલ્લાને પણ મેઘરાજાએ ઘમરોળયુ છે ત્યારે  જિલ્લાના વિરપુર તાલુકાના સાલૈયા ગામે આવેલ તળાવ ઓવરફ્લો થતાં પાણી ગામ તરફ ફરી વળ્યું હતું જેને લઈને ગ્રામજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે તો બીજી તરફ ગામની હાઇસ્કૂલના મેદાનમાં એક ફુટના પાણી ભરાતાં વિધાર્થીઓને અવવા જીવવા માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે પ્રાપ્ત અનુસાર હાલ ચાલી રહેલ ચોમાસાની ઋતુમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે સમગ્ર વિરપુર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી ત્યારે છેલ્લા ચાર દિવસથી સાલૈયા ગામનુ બેડી તળાવ ઓવરફલો થતા પાણી ગામ તરફ આવી છતા ગામમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા તો બીજી તરફ આ તળાવ પાસે આવેલ હાઈસ્કૂલના મેદાનમાં પણ તળાવનું પાણી આવી જતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી વિધાર્થીઓને આવવા જવા માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે, તળાવ ઉંડું કરવા તેમજ તળાવની પાળ બનાવવા માટે અવાર નવાર રજૂઆત કરવા છતાં પણ રજૂઆત તંત્રના બહેરા કાને અથડાય ને પરત ફરતી હોય છે અત્યારે ચાલી રહેલી ચોમાસાની સિઝનમાં તળાવ ઓવરફ્લો થતાં વાહન ચાલકો સહિત ગ્રામજનોએ ભારે મુશ્કેલીઓનો સામનો વેઠવાનો વારો આવી રહ્યો છે.ત્યારે સત્વરે તંત્ર દ્વારા તળાવ ઉંડું કરવામાં આવે તેવી લોક માગણી અને લાગણી સેવાઇ રહી છે....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.