બોટાદના કેરીયા 2ની વલ્લભી વિદ્યાપીઠ ખાતે માટીના સ્વનિર્મિત ગણેશજી બનાવી પર્યાવરણ રક્ષણનો સંદેશ
બોટાદના કેરિયા 2 ખાતેની વલ્લભી વિદ્યાપીઠ શાળામાં ગણેશ સ્થાપના કરવામાં આવી જેમાં સહ સંચાલક ચેતનભાઈ વાણીયા અને દિલીપભાઈ હડિયા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે બાળકોને અભ્યાસ સાથે પર્યાવરણ જતન અને પ્રકૃતિ પ્રેમ શીખવવું જરુરી છે આધુનિક યુગમાં પ્રદૂષણ એક સૌથી મોટી સમસ્યા છે જ્યારે તેના નિવારણ માટે શિક્ષણ અગત્યનું માધ્યમ છે આ વિધાનને સાર્થક બનાવવા વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જીવન ઘડતર અને મૂલ્ય શિક્ષણ જરૂરી છે માટીના *ઈકો ફ્રેન્ડલી* ગણેશજીનું વિસર્જન પણ નદી કે તળાવમાં નહીં પરંતુ શાળામાં જ થશે જેથી જળ જીવસૃષ્ટિનું સંરક્ષણ કરી શકાય આ સંદેશથી લોક જાગૃતિ અને પર્યાવરણનુ જતન અને સંરક્ષણ થાય એ જ મુખ્ય પ્રેરણા હેતુ છે
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.