વિશ્વ હિન્દુ પરિષદની બેઠક ગોંડલ ખાતે મળી : જસદણમાં અલગ અલગ વિભાગમાં હોદેદારોની નિમણૂક
વિશ્વ હિન્દુ પરિષદની બેઠક ગોંડલ ખાતે મળી : જસદણમાં અલગ અલગ વિભાગમાં હોદેદારોની નિમણૂક
વિશ્વ હિન્દુ પરિષદની બેઠક ગોંડલ ખાતે મળી હતી. જેમાં બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ,માતળશક્તિ અને દુર્ગાવાહિનીના કુલ ૧૦૮ કાર્યકર્તાએ ભાગ લીધો હતો. બેઠકની શરૂઆતમાં ઓમકાર અને વિજય મહામંત્રનું ગાન કરવામાં આવ્યું. આ મિટિંગમાં બજરંગ દળની શોર્ય યાત્રા, જન્માષ્ટમી, રક્ષાબંધન, વિગેરે આગામી કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું.આ બેઠકમાં પ્રાંત બજરંગ દળના સંયોજક રવિરાજસિંહ જાડેજા તથા વિભાગ મંત્રી પ્રકાશના પનારાએ માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લા અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ રાજાણીએ જસદણના નીચે મુજબના હોદ્દેદારોની વર્ણી કરી હતી. જસદણ શહેરના અધ્યક્ષ મુકેશભાઈ, ઉપાધ્યક્ષ નટુભાઈ રબારી, મંત્રી અનિલભાઈ ઉપાધ્યાય, સહમંત્રી મુકેશભાઈ ચાવડા, સત્સંગ તરુણભાઈ પરમાર, બજરંગ દળ શહેરના સંયોજક નારણભાઈ મેવાડા, સહસંયોજકો અશ્વિનભાઈ આહીર, ઉદયભાઇ મહેતા અને હરપાલભાઇ ગીડાની વરણી કરવામાં આવી. જ્યારે જસદણ તાલુકા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે ગોવિંદભાઈ ઝાપડા, ઉપાધ્યક્ષ ગજુભાઈ ચૌહાણ અને કૈલાશ ગીરી ગોસાઈ, અશ્વિનભાઈ પટેલ, મંત્રી મનીષભાઈ પરમાર, સહમંત્રી રવજીભાઈ ઝાપડિયા, સહમંત્રી મધુભાઈ રાદડિયા સહમંત્રી, જ્યારે મીડીયા સેલનાં કરશન બામટાની વરણી કરવામાં આવી તમામ વરણીઓને અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ વિજય ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.