મકરસંક્રાંતિ ના પાવન પર્વ એ અલખઘણી ગૌશાળા ના અબોલ જીવો માટે સૂર્યમુખી ધૂન મંડળ ના યુવાનો એ જોળી ફેરવી - At This Time

મકરસંક્રાંતિ ના પાવન પર્વ એ અલખઘણી ગૌશાળા ના અબોલ જીવો માટે સૂર્યમુખી ધૂન મંડળ ના યુવાનો એ જોળી ફેરવી


મકરસંક્રાંતિ ના પાવન પર્વ એ અલખઘણી ગૌશાળા ના અબોલ જીવો માટે સૂર્યમુખી ધૂન મંડળ ના યુવાનો એ જોળી ફેરવી

દામનગર ના દહીંથરા શ્રી અલખઘણી ગોવિદ ભગત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ અલખધણી ગૌશાળા ના આશ્રિત અબોલ જીવો માટે દામનગર શહેરી સૂર્યમુખી ધૂન મંડળ સ્વંયમ સેવકો સહિત ચાલીસ થી વધુ ગ્રામ્ય વિસ્તારો માં સ્થાનિક યુવાનો દ્વારા જોળી ફેરવી ખોળ ગોળ નિરણ રોકડ રકમ સહિત નું દ્રવ્યદાન એકત્રિત કરાયું હિન્દૂ ધર્મ માં આવતા દરેક પર્વ ઉત્સવો પરમાર્થ નો સદેશ આપે છે તેમાં પણ મકરસંક્રાંતિ એટલે પરોપકાર જીવદયા નું ખૂબ મહત્વ વધુ હોય છે ત્યારે દહીંથરા ગૌશાળા માટે સૂર્યમુખી ધૂન મંડળ ના સદસ્ય પોતા ના વાહનો સાથે શહેરભર ના વિવિધ વિસ્તારો માં પરમાર્થ માટે "મરું પણ માગું નહિ પણ પરમાર્થ માટે મને માંગતા ન આવે લાજ" અલખ જગાવતી જોળી ફેરવી દિવસ દરમ્યાન અનાજ નિરણ ખોળ ગોળ રોકડ રકમ સહિત નું દ્રવ્યદાન એકત્રિત કરાયું હતું જેમાં ખૂબ ઉત્સાહ ભેર સ્વંયમ સેવી યુવાનો એ અબોલ જીવો માટે સેવા આપી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.