વિસાવદર ડાક બંગલા પ્લોટ વિસ્તારમાં કચરા ઢગલા, પ્રજાજનોનું આરોગ્ય જોખમમાં. - At This Time

વિસાવદર ડાક બંગલા પ્લોટ વિસ્તારમાં કચરા ઢગલા, પ્રજાજનોનું આરોગ્ય જોખમમાં.


વિસાવદર ડાક બંગલા પ્લોટ વિસ્તારમાં કચરા ઢગલા, પ્રજાજનોનું આરોગ્ય જોખમમાં.
વિસાવદર
વિસાવદરમાં ઘણા સમયથી અલગ -અલગ વિસ્તારના ગંદકીના પ્રશ્નને લઈને ચર્ચા ચાલી રહી છે. ત્યારે, વધુ એક વિસ્તારમાં ગંદકી અને કચરાના ઢગલા જોવા માલીયા છે. વિસાવદર ડાક બંગલા પ્લોટ વિસ્તારમાં ઘણા સમયથી જ્યાં કચરા પેટી મુકવામાં આવી છે. ત્યાંથી એ પેટી સમયસર ઉપાડવામાં આવતી ના હોવાને કારણે કચરો ભરાઈને બહાર પડે છે. અને ત્યાં ગંદકી ફેલાય છે. માટે તંત્રએ સમયસર આવા કચરા પેટીઓ ઉપાડી લેવી જોઈએ તેમ લોકોમાં જાણવા મળ્યું હતું. ખાસ કરીને, આ વિસ્તારમાં વધારે પેટીઓ મુકવી પડે તેમ છે પણ, આ બાબત તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અહીં વસતા કુટુંબોનુ આરોગ્ય જોખમાય તેમ છે.
તો, આ બાબત તંત્ર સજાક થઇ અને લોકોની આ મુશ્કેલી દૂર કરે તેવી લોક માંગણી થઇ રહી છે.
રિપોર્ટ ભનુભાઇ સાસિયા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.