રાજકોટમાં 8.2 ડિગ્રી : ચાલુ સિઝનનો સૌથી ઠંડો દિવસ: લોકો ઠુંઠવાયા
ઉતર ભારતની હિમવર્ષા અને પવનની દિશા બદલાતા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી આજથી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે ખાસ કરીને આજરોજ સવારે રાજકોટ શહેરમાં ચાલુ શિયાળુ સીઝનની સૌથી વધુ ઠંડી નોંધાતા નગરજનો ધ્રુજી ગયા હતા.
રાજકોટ શહેરમાં આજરોજ સવારે 8.2 ડિગ્રી સુધી લઘુતમ તાપમાન પહોંચી જતા લોકોએ જોરદાર ઠંડી અનુભવી હતી. સાથોસાથ ઉતર-પુર્વનાં ઠંડા પવનો એ પણ આજે સપાટો બોલાવી દીધો હતો અને આ તિવ્ર ઠંડીની અસર જનજીવન ઉપર પણ દેખાઈ હતી.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજથી ફરી તિવ્ર ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને અનેક સ્થળોએ 1 થી 5 ડિગ્રી જેટલુ તાપમાન ગગડી ગયું છે. આથી આજે સવારથી જ અનેક સ્થળોએ શિતલહેરો વચ્ચે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો તથા ગિરનાર ઉપર ભારે પવનથી રોપ-વે ફરી એકવાર બંધ કરી દેવાયો હતો.
ઉલ્લેખનીય બાબત એ છે કે, આજરોજ રાજકોટ શહેરમાં ચાલુ શિયાળા સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. આજે રાજકોટમાં લઘુતમ તાપમાન 8.2ડિગ્રી સુધી પહોંચી જતા નગરજનો ઠુંઠવાયા હતા. જયારે નલિયા ખાતે પણ 6.4 ડિગ્રી સાથે તિવ્ર ઠંડી અનુભવાઇ હતી.
આ ઉપરાંત આજે અમદાવાદમાં 13.5, અમરેલીમાં 10.6, વડોદરામાં 14.2, ભાવનગરમાં 13.6, ભુજમાં 10.8, ડિસામાં 12.1, દિવમાં 13.5, દ્વારકામાં 14.6, ગાંધીનગરમાં 11.7, કંડલામાં 13, ઓખામાં 19.1, પોરબંદરમાં 10.6, સુરતમાં 16.2 અને વેરાવળમાં 13.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
તથા જામનગરમાં લઘુત્તમ તાપમાનમાં પારો વધઘટ રહે છે.ત્યારે આજે ફરી એકવાર લઘુતમ તાપમાન 13.8 ડિગ્રી નોંધાયું હતું.તો વાતાવરણમાં ભેજના પ્રમાણમાં સીધો 32 ટકાનો ધટાડો નોંધાયો હતો. આમવહેલી સવારે ફરી ઠડીનો ચમકારો જોવા મળ્યો હતો.જો કે બપોરના સમયે ગરમી જેવું વાતાવરણ અનુભવાય છે.
છેલ્લા 24 કલાકમાં શહેરમાં લઘુતમ તાપમાન 13.8 ડિગ્રી અને મહતપ તાપમાનનો પારો 25.6 ડિગ્રી નોંધાયો હતો.જ્યારે શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 25.6 ડિગ્રી તો પવનની. ગતિ પ્રતિકલાક 5.8 કિમિ પહોંચી હતી.
આજે પવન સાથે ઠડીનું જોર વધુ રહેતા શહેરીજનો ગરમ સ્વેટર,ટોપી શોધવાની સ્થિતિ આવી હતી. તેમજ ભાવનગર શહેરમાં ઠંડીનું જોર વધ્યું છે. ગઈકાલે લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયા બાદ આજે સોમવારે શહેરનું લઘુતમતાપમાન 13.6 ડિગ્રી નોંધાયું છે. આમ 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 3 ડીગ્રી ગગડતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે.
આજે સોમવારે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 48% રહ્યું હતું અને પવનની ઝડપ 14 કિ.મી. કલાકની રહી હતી. આમ લઘુતમ તાપમાન વધતા અને પવનની ઝડપ વધતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.
ઉતર ભારતમાં વ્યાપક હિમવર્ષાથી ગુજરાતમાં ગઈકાલથી પવનની દિશા બદલાઈ છે અને ફરી એકવાર ઉતરપુર્વનાં ઠંડા અને સુકા પવનો ફુંકાવા લાગ્યા છે. આથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફરી તાપમાન ગગડયુ છે અને ઠંડી તીવ્રતા વધી છે ત્યારે હજુ પણ આવી કડકડતી ઠંડી આવતા ચાર દિવસો સુધી ચાલુ રહેશે તેવી આગાહી રાજય હવામાન વિભાગે કરી છે.
અને આ ચાર દિવસ દરમ્યાન ખાસ કરીને વિવિધ સ્થળોએ લઘુતમ તાપમાન 7થી10 ડિગ્રી વચ્ચે નોંધાશે. ખાસ કરીને નલિયા, ભુજ, સુરેન્દ્રનગર, ડિસા, રાજકોટ અને અમરેલીમાં ઠંડીની તિવ્રતા વધુ રહેવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ રાજકોટમાં ચાલુ સીઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. આજે સવારે રાજકોટમાં 8.2 ડીગ્રી લઘુતમ તાપમાન થઈ જતા નગરજનો ઠુંઠવાયા હતા.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.