મહેસાણાના ઉંઝા તાલુકાના કામલી ગામની ઠાકોર સમાજની દિવ્યાંગ દીકરી આશા ઠાકોરે ઓલિમ્પિક વિન્ટર ગેમ્સ 2025 મા ઈટલી ખાતે સ્પેશિયલ ફ્લોર બોલમાં બ્રોન્ઝ મેડલ જીતી - At This Time

મહેસાણાના ઉંઝા તાલુકાના કામલી ગામની ઠાકોર સમાજની દિવ્યાંગ દીકરી આશા ઠાકોરે ઓલિમ્પિક વિન્ટર ગેમ્સ 2025 મા ઈટલી ખાતે સ્પેશિયલ ફ્લોર બોલમાં બ્રોન્ઝ મેડલ જીતી


મહેસાણાના ઉંઝા તાલુકાના કામલી ગામની ઠાકોર સમાજની દિવ્યાંગ દીકરી આશા ઠાકોરે ઓલિમ્પિક વિન્ટર ગેમ્સ 2025 મા ઈટલી ખાતે સ્પેશિયલ ફ્લોર બોલમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત અને ભારતનું અને ઠાકોર સમાજનુ ગૌરવ વધાર્યું છે ત્યારે આજે રાજ્યસભા માન. સાંસદ શ્રી મયંકભાઈ નાયક દ્વારા આશા ઠાકોરને 51,000 રૂપિયાનું રોકડ રકમનુ ઇનામ આપી સન્માનિત કરવામાં આવી, જે તેના પ્રયત્નોને વધુ પ્રોત્સાહન આપશે.

આશા ઠાકોરની આ સિદ્ધિ મેળવવા માટેનો સંઘર્ષ અને મહેનત પ્રેરણાદાયી છે. તે ગુજરાતના અન્ય રમતવીરો માટે પણ પ્રેરણાનું સ્ત્રોત બનશે.

ઠાકોર સમાજની દિકરીને રાજ્યસભા ના સાંસદ માન.મયંકભાઈ નાયક દ્વારા દીકરી આશા ઠાકોરને રૂ. 51,000 નું રોકડ ઇનામ આપી સન્માનિત કરાતા ઠાકોર સમાજ તેમનો હૃદયપૂર્વક આભાર માને છે.

આ માન-સન્માનથી દીકરી આશા ઠાકોર તેમજ સમાજના અન્ય ખેલાડીઓમાં પ્રેરણા અને ઉત્સાહ વધશે.

હમેશા ઠાકોર સમાજ ની ચિંતા કરતા માન.સાસાદ મયંકભાઇ નો
ખુબ ખુબ આભાર……


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image