નવગુર્જરી નવશક્તિ અંતર્ગત જગદંબાની આરાધના સાથે બોટાદની પ્રત્યક્ષ સ્ત્રી-શક્તિની કરીએ ઝાંખી
यो मो ज्योति संग्रामे, यो में दंर्पव्यपोहति । :
(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા)
દિવ્યાંગ બાળકો સાથે માતૃત્વભાવથી જોડાયેલા બકુલાબેન બાળકોને તાલીમ આપી ખેલ મહાકુંભ, યોગા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વિશાળ ફલક પુરૂ પાડી રહ્યા છે બકુલાબેને સ્પે. ઓલિમ્પિક કેમ્પમાં વોલેન્ટીયરથી લઈને જર્મની ખાતે વર્લ્ડ સમર ગેમ્સમાં બીચ વોલીબોલમાં મહિલા કોચ સુધીની સફરનુ ખેડાણ કર્યુ છે તાલીમ થકી સ્પે. ખેલ મહાકુંભની સ્ટેટ ઈવેન્ટ્સમાં દર વર્ષે 5થી 10 મનો દિવ્યાંગ ખેલાડીઓ રાજ્યકક્ષાએ મેડલ મેળવે છે વિદેશની ધરતી પર મનોદિવ્યાંગ ખેલાડીઓના કોચ તરીકે જનાર બોટાદ જિલ્લાના પ્રથમ મહિલા કોચ તરીકે બકુલાબેન અન્ય તમામ મહિલાઓને પ્રેરકબળ પુરૂ પાડી રહ્યા છે यो मो ज्योति संग्रामे, यो में दंर्पव्यपोहति । કેટલું બધું મજબૂત મનોબળ ! અને કેટલી બધી દૃઢ કે ઉત્કટ સંકલ્પ ! વાહ રે સ્ત્રીશક્તિ ! દેવોએ તને સર્વોત્તમ કહીને નમસ્કાર કર્યા છે. તથા તારી પ્રેમપ્રશસ્તિ કરી છે તે યોગ્ય જ છે નવલા નોરતા નિમિત્તે બોટાદ જિલ્લા માહિતી કચેરી ખાસ રજૂઆત “નવ ગુર્જરી.. નવ શક્તિ...” અંતર્ગત તમામ નારીશક્તિને વંદન કરી રહ્યું છે. આ શ્રેણી અંતર્ગત તમામ કિશોરીઓ અને મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. ત્યારે નવરાત્રીના પાવન પર્વ પર નવદુર્ગાની આરાધના સાથે ચોથી નવરાત્રીએ વાત કરીએ બકુલાબેન ભીમાણીની... પ્રત્યક્ષ શક્તિ સ્વરૂપા બકુલાબેન દિવ્યાંગ બાળકોને તાલીમ આપી તેમને દરેક ક્ષેત્રે સક્ષમ અને સમર્થ બનાવી રહ્યા છે બકુલાબેન તાલીમ ક્ષેત્રમાં પ્રવેશવાની શરૂઆત તેમના ભત્રીજાને કસરત કરવા જતાં દિવ્યાંગ તાલીમ કેન્દ્રથી થઈ હતી. તેઓ પી.એન.આર સોસાયટીમાં કેરગ્રીવર્સનો કોર્ષ કરી સ્પેશિયલ એજ્યુકેશન ક્ષેત્રમાં આવ્યા.બોટાદમાં જ દિવ્યાંગ બાળકોને મનોવૈજ્ઞાનિક ઢબે તાલીમ મળી રહે તે હેતુથી લગ્ન બાદ તેમણે બોટાદમાં તેમના પતિ પ્રકાશભાઈ ભીમાણી સાથે મળીને આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ દિવ્યાંગ તાલીમ કેન્દ્ર શરૂ કર્યું ત્યારબાદ લાલજીભાઈ કળથિયા તેમજ સંચાલક સમિતિના અથાગ પ્રયત્ન થકી “સ્નેહનું ઘર” મનોદિવ્યાંગ તાલીમ કેન્દ્ર ચાલુ કર્યું. હાલ 40 મનોદિવ્યાંગ બાળકો નિ:શૂલ્ક બકુલાબેનની સીધી દેખરેખ નીચે તાલીમ લઇ રહ્યા છે. બકુલાબેન મનોદિવ્યાંગ બાળકોને યોગ, રમત-ગમતની તાલીમ આપી ગુજરાત સરકારશ્રી દ્વારા યોજાતા સ્પે.ખેલ મહાકુંભ, યોગદિન, વિભિન્ન સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવડાવવા સતત કાર્યરત છે. તેમની તાલીમ અને માર્ગદર્શન થકી સ્પે. ખેલ મહાકુંભની સ્ટેટ ઈવેન્ટ્સમાં બોટાદ જિલ્લામાંથી દર વર્ષે 5થી 10 મનોદિવ્યાંગ ખેલાડીઓ રાજ્યકક્ષાએ મેડલ પણ મેળવે છે બકુલાબેને સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાતના તાલીમ કેમ્પમાં 2003થી વોલેન્ટીયર તરીકે જોડાયા હતાં જેમાં જિલ્લા અને રાજ્ય કક્ષાના જુદા જુદા કેમ્પ, તાલીમ, વર્કશોપ સહિત નેશનલ કેમ્પમાં પણ ભાગ લીધો હતો તેમાં સિલેક્ટ થઈને જર્મની ખાતે યોજાનારા સ્પેશ્યલ ઓલિમ્પિક વર્લ્ડ સમર ગેમ્સમાં બીચ વોલીબોલ મહિલા કોચ તરીકે સેવા પણ આપી છે. આ સિલેકશન કેમ્પમાં બોટાદ જિલ્લાની દિવ્યાંગ ખેલાડી કાજલ બોળીયાની પણ પસંદગી થઇ હતી. સ્પેશિયલ ઓલિમ્પિક ભારત ગુજરાતના નેજા હેઠળ વિદેશની ધરતી પર મનોદિવ્યાંગ ખેલાડીઓના કોચ તરીકે જનાર બોટાદ જિલ્લાના પ્રથમ મહિલા કોચ તરીકે બકુલાબેન અન્ય તમામ સ્ત્રીઓ માટે પ્રેરકબળ પુરૂં પાડી રહ્યા છે બકુલાબેનની માવજત અને સ્નેહના કારણે બોટાદ અને નજીકના અન્ય તાલુકાના મનોદિવ્યાંગ બાળકો પણ આસ્થા સ્નેહનું ઘરમાં તાલીમ લેવા આવી રહ્યા છે. બકુલાબેન અને તેમના માર્ગદર્શન સાથે કાર્યરત મહિલા શક્તિની પૂરી ટીમ દ્વારા મનોદિવ્યાંગ બાળકોને દિવસ દરમિયાનની તમામ ક્રિયા કરાવવામાં આવે છે જેવી કે બ્રશ, સ્નાન, માથું ઓળવવું, યોગ્ય રીતે કપડા પહેરવા, ભોજન લેવું, મહેમાનો સાથે પરિચય કરવો સહિતની તાલીમ આપવામાં આવે છે બકુલાબેન એમની પાસે આવનાર હાઈપર એક્ટીવ કે ઓટીઝમ બાળકોને શાંતિથી બેસવું, બોલવું, શીખવું અને વોકેશનલ વર્ક કરવા સુધીની તાલીમ આપી રહ્યાં છે બકુલાબેન ભીમાણી દ્વારા તાલીમ થકી આજે સંસ્થાની મનોદિવ્યાંગ વિદ્યાર્થિની શાહ ક્રિયા પણ તેમની સાથે કદમ મિલાવી અન્ય બાળકોને તાલીમ આપતી થઇ છે નારીશક્તિ વિશે બકુલાબેન અન્ય સ્ત્રીઓને પ્રેરણા આપતા જણાવે છે કે, “સમાજમાં આગવું સ્થાન મેળવવા માટે હંમેશા મહેનત કરો અને ખુબ જ સારો અભ્યાસ કરો કોઇપણ કાર્ય પરિવાર અને સમાજના સહયોગ થકી જરૂર પુરૂ કરી શકાય છે માત્ર શેરીમાં બેસી કે કિટી પાર્ટીમાં સમય બગાડવા કરતા તમારી અંદર રહેલી કળાને જાગૃત કરી હકારાત્મક પ્રવૃત્તિઓમાં સમય અને શક્તિનો ઉપયોગ કરવો જોઈએ નવરાત્રીના પાવન પર્વ પર ચોથી નવરાત્રીએ બોટાદ જિલ્લા માહિતી કચેરીની વિશેષ રજૂઆત “નવ ગુર્જરી નવ શક્તિ” અંતર્ગત સ્ત્રી શક્તિ બકુલાબેન ભીમાણીને વંદન વાંચકો મિત્રો આ ખાસ શ્રેણી અંતર્ગતના લેખો આપને અવશ્ય પસંદ પડી રહ્યા હશે અને આપને નવા કાર્યો કરવા માટે પ્રેરિત કરી રહ્યા હશે. આવતી કાલે પાંચમાં નોરતો પણ આવી જ એક મહિલા શક્તિથી આપનો પરિચય કરાવીશું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.