બહેન સાથે કામ બાબતે ઝઘડો થતાં યુવતીનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
જામનગર રોડ પર લાખાબાપાની વાડીની બાજુમાં રહેતી મહેંદી અલતાફભાઈ ચૌહાણ (ઉ.વ.18) ગઈકાલે રાત્રે પોતાના ઘરે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્ર. નગર પોલીસને જાણ કરી હતી.
વધુમાં મળેલ વિગત મુજબ, યુવતીના પિતા ગેરેજ ચલાવે છે. ગઈકાલે તેની નાની બહેન આહના સાથે ઘરકામ મામલે ઝઘડો થતાં તેનું માઠું લાગી આવતા તેને પગલું ભરી લીધું હતું. બનાવ અંગે પોલીસે વધું તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.