ગોપાલનગરમાં 18 વર્ષીય યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત
રાજકોટના ભક્તિનગર પાસે આવેલ ગોપાલનગર-1માં રહેતા યુવકે બપોરના સુમારે ઘરે ગળાફાંસો ખાઈ લેતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામ્યો હતો. યુવકને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરીવારમાં કલ્પાંત સર્જ્યો હતો.
બનાવની વિગત મુજબ, ગોપાલનગરમાં રહેતો વિરલ પિયૂષભાઈ મકવાણા નામનો 18 વર્ષીય યુવક ગઇકાલે પોતાના ઘરે હતો ત્યારે બોપરના સમયે રૂમમાં પંખાના હૂંકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા પરિવારને જાણ થતાં તેને નીચે ઉતારી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના હેડ કોન્સ્ટબલ જીગ્નેશભાઈ મારૂ અને તોફિકભાઈ જુણાચએ ભકિતનગર પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે દોડી આવી તેના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પરિવાર આપઘાતના કારણથી અજાણ હોવાથી પોલીસ દ્વારા કારણ જાણવા તજવીજ હાથ ધરી છે. મૃતક બે ભાઈમાં મોટો હતો. અને તેના પિતા રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. ઘટનાથી પરિવારમાં આક્રંદ છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.