સોશ્યિલ એક્ટીવીટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરની જીઈબી સરકારી પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે નું આયોજન કરાયું
( હર્ષદ ચૌહાણ દ્વારા)
રમત ગમત એ આપણી જાતને સ્વસ્થ રાખવાનું એક એવું માધ્યમ છે જે આપણા માનસિક વિકાસ તેમજ શારીરિક વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ માં વધારો કરવા અને વિદ્યાર્થીઓના ફિટનેસ માટે સોશ્યિલ એક્ટીવીટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર ની જીઈબી સરકારી પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ એ રસ્સા ખેંચ, સંગીત ખુરશી, ૧૦૦ મીટર દોડ, દ્વિપગી દોડ, કોથળા દોડ, લીંબુ ચમચી એમ અલગ અલગ રમત માં ભાગ લીધો હતો. પહેલો, બીજો અને ત્રીજા નંબર પર આવેલા વિજેતા ને ઇનામ આપવામાં આવ્યું હતું. શાળા ના બધા વિદ્યાર્થીઓ માટે નાસ્તા માં દાબેલી અને પકોડી નું આયોજન કરવામાં આવ્યું હતું. રમત ગમત ના કાર્યક્રમ ને સફળ બનાવા માટે શાળા ના આચાર્ય શ્રી અને સ્ટાફ ગણ નો અમારા ટ્રસ્ટ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો અને સાથે સાથે નાસ્તા ના દાતા નો પણ આભાર માનવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
