રોગચાળાના કેસ ફરી વધીને 1775 : ટાઇફોઇડ-કમળાના સતત નોંધાતા કેસ
રાજકોટ મહાનગરમાં આ વર્ષે ઉનાળો વહેલો તપ્યો છે છતાં થોડા દિવસથી વ્હેલી સવારે ઠંડક અને તે બાદ બપોરે ભારે તડકાની ડબલ ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. આ દરમ્યાન છેલ્લા અઠવાડિયામાં ફરી રોગચાળાના આંકડામાં થોડો વધારો દેખાયો છે. ડેંગ્યુનો એક નવો કેસ નોંધાયો છે પરંતુ કમળો અને ટાઇફોઇડના કેસ સતત આવતા જાય છે. જે ખોરાક અને પાણીજન્ય રોગચાળાને ચિંતાજનક ગણાવવામાં આવી રહ્યો છે.
તા.17 થી 23 સુધીના સપ્તાહ દરમ્યાન ડેંગ્યુનો એક કેસ આવ્યો છે. તો મેલેરીયા અને ચીકનગુનીયાના કોઇ નવા કેસ નથી. સપ્તાહમાં સિઝનલ રોગચાળાના કુલ 177પ દર્દી નોંધાયા છે. તેમાં શરદી-ઉધરસના 759, સામાન્ય તાવના 786, ઝાડા-ઉલ્ટીના રર1 દર્દી છે. આ સિવાય ભારે તાવ ટાઇફોઇડના ત્રણ અને કમળા તાવના પાંચ દર્દીની નોંધ ચડી છે. તો તંત્રએ મચ્છર ઉત્પતિ થાય તેવી બેદરકારી બદલ આ અઠવાડિયે માત્ર 46 આસામીઓને નોટીસ આપી છે.
મેલેરીયા શાખાના જણાવ્યા મુજબ ડેંગ્યુ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વધુ જનસમુદાય હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. ડેંગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.17 થી ર3 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 20,459 ઘરોમાં અને ફિલ્ડવર્કરો દ્વારા 570 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી છે
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેંગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવે છે.
આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 145 પ્રીમાઇસીસમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 29 અને કોર્મશીયલ 17 આસામીને નોટીસ આ5વામાં આવ્યાનું મેેલેરીયા શાખાએ જણાવ્યું છે. મચ્છરજન્ય રોગચાળાથી બચવા કુંડી, ટ્રે, માટલા, ફુલદાની નિયમિત સાફ કરવા, બિનજરૂરી ભંગાર અને પાણીનો નિકાલ કરવાની અપીલ વિભાગ દ્વારા કરવામાં આવી છે
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
