બાલાનીવાવ થી કોળી કંથારિયા સુધી બની રહેલ રોડ મા ભ્રષ્ટાચારની આ શંકાઓ
જાફરાબાદ : બાલાનીવાવ થી કોળી કંથારિયા સુધી બની રહેલ રોડ મા ભ્રષ્ટાચારની આ શંકાઓ
જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ થી કોળી કંથારિયા સુધી આઝાદી પછી સહુ પ્રથમ વખતજ બની રહેલ રોડ મા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવી આ શંકાઓ તેમજ સરકારી નીતિ નિયમોનો પણ ખુલ્લે આમ ઉલાળીયો કરવામાં આવી રહ્યો હોય તાત્કાલિક તટસ્થ તપાસ ની આવિસ્તારના લોકો દ્વારા માંગ.....
આઝાદી પછી પહેલીવાર રોડ બની રહ્યો છે... બાલાની વાવ કોળી કંથારીયા બંને ગામના સરપંચો ની અનેક રજૂઆતો પછી રોડ મંજુર કરવામાં આવ્યો છે ત્યારે આ વિસ્તારના લોકો દ્વારા
બોક્સ કલવટ... બે પાઇપ કલવટ... અને પ્રોટેક્શન દિવાલમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોય તેવુ લોકો જણાવી રહયા છે
આવિસ્તારના લોકો એવું જણાવી રહયા છેકે એજન્સી દ્વારા ખૂબ જ હલકી ગુણવત્તા યુક્ત મટીરીયલ વાપરવામાં આવી રહ્યું હોય સરકારી નિયમોનો ખુલ્લેઆમ ઉલાળીયો કરી ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોય એક તો આઝાદી પછી પ્રથમ જ વખત આ રોડનું કામ કરવામાં આવી રહ્યું હોય લોકો ખૂબ જ ખુશખુશાલ જણાઈ રહ્યા હતા પરંતુ ખાટલે મોટી ખોટ છે કે આ રોડ નું કામ તો શરૂ કરવામાં આવી રહ્યું છે પરંતુ એક જૂની કહેવત મુજબ લોટ પાણી અને લાકડા સ્વરૂપે આ કામ હાલ તો થઈ રહ્યું છે
આ વિસ્તારના લોકોનું એવું કહેવું છે કે આ રોડના કામમાં ખૂબ જ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોય સરકારી નીતિ નિયમ મુજબ કોઈપણ પ્રકારનું કામ કરવામાં આવતું ન હોય આ રોડનું કામ કરતી એજન્સી ખૂબ જ મોટી રાજકીય વગ ધરાવતી હોવાથી કોઈપણ અધિકારીઓ કસું કહી શકતા નથી કે પછી જવાબદાર અધિકારી ઓના ખિસ્સાઓ ગરમ કરીદેવામાં આવતા હશે
જો જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તો ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર સામે આવશે તેવી આ શંકાઓ સેવાઈ રહી છે જો તટસ્થ તપાસ કરવામાં આવે તો...જ....
હવે લોકોએ જોવાનું તો એ જ રહ્યું કે જવાબદાર તંત્રના જવાબદાર અધિકારીઓ આ બાબતે યોગ્ય અને કોઈની પણ શેહશરમ રાખ્યા વગર તટસ્થ તપાસ કરશે કે પછી....??? એ તો હવે લોકોએ જોવાનું જ રહ્યું
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.