ટિકિટ વિના યાત્રા કરતાં 1.49 લાખ યાત્રિકને 12 કરોડનો દંડ - At This Time

ટિકિટ વિના યાત્રા કરતાં 1.49 લાખ યાત્રિકને 12 કરોડનો દંડ


પશ્ચિમ રેલવેમાં રાજકોટના ટીટીઈ પ્રથમ સ્થાને

રાજકોટ રેલવેના ટીટીઈની શ્રેષ્ઠ કામગીરીને પગલે ડિવિઝનમાંથી છેલ્લા એક વર્ષમાં ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરતા 14928 યાત્રિકોને પકડી પાડીને તેમની પાસેથી 1.13 કરોડનો દંડ વસૂલ્યો હતો. જેના પગલે સમગ્ર પશ્ચિમ રેલવેમાં રાજકોટ ડિવિઝનના ટીટીઈએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત રાજકોટ ડિવિઝને એપ્રિલ, 2022થી ફેબ્રુઆરી, 2023ના સમયગાળા દરમિયાન નોંધાયેલા 1.49 લાખ કેસમાંથી ટિકિટ ચેકિંગની આવક તરીકે રૂ. 11.72 કરોડની કમાણી કરી છે જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 113.11% વધુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.