આજે વિશ્વ સિનેમા દિવસઃ પોરબંદરનો સિનેમા ઉદ્યોગ મરણ પથારીએ - At This Time

આજે વિશ્વ સિનેમા દિવસઃ પોરબંદરનો સિનેમા ઉદ્યોગ મરણ પથારીએ


આજે ૨૦મી સપ્ટેમ્બર એટલે કે વિશ્વ સિનેમા દિવસ પોરબંદરમાં હાલ તો સિનેમા ઉદ્યોગ મરણ પથારીએ છીએ અને માત્ર એક જ મલ્ટીપ્લેક્સ થિયેટર હાલમાં કાર્યરત છે. પરંતુ એક સમય એવો હતો કે પોરબંદર શહેરમાં પાંચ-પાંચ સિનેમાઘરો ધમધમતા હતા અને તેમાં લાગતી ફિલ્મોને નિહાળવા માટે માત્ર શહેરી વિસ્તારના લોકો જ નહીં પરંતુ ગ્રામ્ય પંથકમાંથી પણ વિશાળ સંખ્યામાં લોકો પોરબંદર આવતા હતા. હરિશ સિનેમા, ડ્રીમલેન્ડ સિનેમા, લિબર્ટી સિનેમા, પેરેડાઈઝ સિનેમા અને પ્લાઝા સિનેમા એમ પાંચ- પાંચ થિયેટરોમાં લાગતી ફિલ્મોને નિહાળવા રીતસરનો લોકોનો ધસારો રહેતો હતો. અત્યારના આધુનિક યુગમાં લોકો મોબાઈલમાં ઘર બેઠા ફિલ્મો નિહાળી રહ્યા છે પરંતુ સિનેમાની અંદર બેસીને ફિલ્મ જોવાની અગાઉ જે મજા હતી તે હવે ક્યાંય જોવા મળતી નથી. ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન ગણવામાં આવતા નરેશ કનોડીયા અને કોમેડી કિંગ રમેશ મહેતાના એક એક ડાયલોગ ઉપર ટોકીઝમાં લોકો રીતસરના નાથી ઉઠતા હતા અને તાળીઓના ગડગડાટ તથા સીટીઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠતું હતું ખિસ્સામાંથી સિક્કા ઉછાળીને સમગ્ર વાતાવરણને વધુ સંગીતમય બનાવી દેતા હતા. હવે એ દિવસો ક્યારેય પાછા આવશે નહીં પરંતુ જુના અનેક વડીલો એ દિવસોને વાગોળી રહ્યા છે ત્યારે સહુ પોરબંદર વાસી ફિલ્મ રસિયાઓને વિશ્વ સિનેમા દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ. તસ્વીરમાં એક સમયે ધમધમતા સિનેમાઘરો હાલ શોપીંગ સેન્ટર અને હોટલમાં પરિવર્તિત થઈ ગયેલા નજરે ચડે છે. તો પેરેડાઇઝ સિનેમાનું નિર્માણકાર્ય પણ દ્રષ્ટિગોચર થાય છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.