વિજાપુર નો ગુમ યુવક પોતાના જ બેસણા માં આવ્યો પરિવારે પુત્ર સમાજી ને અંતિમ સંસ્કાર કયો એ લાશ કોની - At This Time

વિજાપુર નો ગુમ યુવક પોતાના જ બેસણા માં આવ્યો પરિવારે પુત્ર સમાજી ને અંતિમ સંસ્કાર કયો એ લાશ કોની


વિજાપુર શહેરનો અજીબો કરીબ કિસ્સો સામે આવ્યો જેના નામથી સ્મશાન મા અગ્નિ સંસ્કાર બાદ ગુમ થયેલ વ્યક્તિ પરત આવ્યો પરીવાર ની વિમાસણ
અગ્નિ સંસ્કાર કોનો કર્યો તે યક્ષ પ્રશ્ન
વિજાપુર તા.
વિજાપુર શહેરમાં એક અજીબો કરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિજાપુર પ્રભુનગર સોસાયટી મા રહેતા યુવક ધંધા ની પરેશાની અને માનસિક તાણ ના કારણે પરીવાર ને કીધા વગર ઘર છોડી ને જતા રહ્યા હતા. જેને લઇ પરીવાર પણ ચિંતા મા મુકાયો હતો. પરીવાર દ્વારા પોલીસ ને જાણવા જોગ ફરીયાદ ની નોંધ પણ કરવા મા આવી તે દરમ્યાન પરીવાર ની શોધખોળ ચાલુ હતી. તેવા અમદાવાદ પોલીસે એક વણ ઓળખાયેલ લાશ જે અટલ બ્રીજ પાસેથી પાણી મા પડી રહેલી કોવાયેલ હાલત માં મળી આવેલ લાશ ની ઓળખ વિધિ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મળેલી લાશની ઓળખ પરેડ મા ગુમ થયેલ બ્રિજેશ ભાઈ ઊર્ફે પીન્ટુ ભાઈ સુથાર જેવા શરીર ના બાંધા જેવા લાગતા પરીવાર તેમની લાશ હોવાનું ભાસ થતા લાશની સ્મશાન ખાતે પરીવાર જનો એ હિન્દુ વિધિ પ્રમાણે અગ્નિ સંસ્કાર કર્યા હતા જેમનું બેસણું તા.૧૪/૧૧/૨૦૨૪ ના રોજ પોતાના ઘેર રાખવા મા આવ્યું હતુ. જેમાં સગા સબંધી ઓ પણ આવ્યા હતા. પરંતુ તેના બીજા દિવસે ૧૫/૧૧/૨૦૨૪ ના રોજ ગુમ થયેલ બ્રિજેશ ભાઈ સુથાર ઘેરે પરત આવતા પરીવાર જનો મા કરેલા વ્યક્તિ ના અગ્નિ સંસ્કાર ને લઇને ભારે વિમાસણ મા મુકાયો હતો. જ્યારે પરત ઘરે આવેલ બ્રિજેશ ભાઈ સુથાર પણ ટેન્શન મા મૂકાયા હતા. આ બાબત ની જાણ પોલીસ ને કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જોકે જેનો અગ્નિ સંસ્કાર કરાયો તે વણ ઓળખાયેલ લાશ કોની હશે તે એક રહસ્ય મય પ્રશ્ન ઊભો થવા પામ્યો છે.


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.