આવતીકાલે ઉમેદવારીની પસંદગીનો ધમધમાટ શરૂ થશે, રૂપાણીની બેઠક પર અડધો ડઝનથી વધુ દાવેદારો
સૌરાષ્ટ્રની 48 સહિત ગુજરાતની 182 બેઠક પર ભાજપની રાજકીય ગતિવિધિઓ ઝડપી બની છે અને ઉમેદવાર નક્કી કરવાની તૈયારી આરંભી દીધી છે. આજથી 3 દિવસ સુધી સેન્સ લેવામાં આવશે તેની સાથે સૌરાષ્ટ્ર પણ રાજકારણના રંગે રંગાશે. વિજય રૂપાણીની રાજકોટ પશ્ચિમ બેઠક પર 7થી 8 દાવેદારે ટિકિટની માગણી કરી છે. તેમજ રાજકોટ 68 બેઠક પર હાલના મંત્રી સામે પણ દાવેદારોએ દાવેદારી નોંધાવ્યાનું જાણવા મળ્યું છે. મોરબી, જેતપુર, જસદણ, ગોંડલ, ધોરાજીમાં ટિકિટ માટે ઘમાસાણ બોલશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.