બોટાદની શ્રી સુવાસની વિદ્યામંદિર ખાતે ગીર વોટર ઇસ લાઈફ અવરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું
બોટાદની શ્રી સુવાસની વિદ્યામંદિર ખાતે ગીર વોટર ઇસ લાઈફ અવરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું
બોટાદના ભાંભણ રોડ માતા વાડી પાછળ આવેલ શ્રી સુવાસીની વિદ્યામંદિર ખાતે ગીર ફાઉન્ડેશન ગાંધીનગર પ્રેરિત વૉટર ઈઝ લાઈફ અવરનેસ પ્રોગ્રામનું આયોજન તારીખ 24/01/24 ને બુધવારના રોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, દીપ પ્રાગટ્ય, મહેમાનોનું પુષ્પ તથા પુસ્તકથી સ્વાગત જેવા ઉપક્રમો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં શાળાનાં પ્રમુખશ્રી અશોકભાઈ કાનેટીયા સાહેબે સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા.ત્યારબાદ આ કાર્યક્રમમાં.દિગુભા ચુડાસમા(પર્યાવરણવિદ),ડી.એન.રાછડિયા(બોટાદ જિલ્લા ઇકો કોર્ડીનેટર),હસુભાઈ (પ્રકૃતિ પ્રેમી અને સર્પતજજ્ઞ),મહેન્દ્રસિંહ પાવરા(સાહેબ ફોરેસ્ટ ઓફિસર)ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપસ્થિત તજજ્ઞોએ અનુક્રમે પાણી બચાવો,જળ પર્યાવરણ સંતુલન,સર્પદંશ અને સર્પદંશથી રાખવી પડતી સાવધાની ઓ,તેની બચાવ પ્રયુક્તિઓ,વૃક્ષ ઉછેર તેનું જતન સંવર્ધન કેવી રીતે કરવું ? આજના યુગમાં વૃક્ષ ઉછેરનું મહત્વ અને તેની ઉપયોગીતા જેવા વિષયોને લઈને પોતાની વાત પ્રસ્તુત કરી હતી.ત્યાંરબાદ વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત સૌએ પ્રકૃતિને લગતા નવ મુદ્દાઓની એક પ્રતિજ્ઞા લીધી હતી.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના ઉ.મા.વિભાગના શિક્ષક અને શાળા ઈકો કોર્ડીનેટરશ્રી લાલજીભાઈ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું.અને કાર્યક્રમનું સંચાલન પ્રા. વિભાગના શિક્ષક ગૌરાંગભાઈ દ્વારા કરવામાં આવ્યુ હતું તેમજ શાળાના અન્ય તમામ શિક્ષક ભાઈ બહેનોના સાથ સહકારથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.