રાજકોટ મોબાઈલ એપ્લીકેશન સેવા રવિવારના રોજ અટલ સરોવર સુધી સ્પેશિયલ સિટી બસ. - At This Time

રાજકોટ મોબાઈલ એપ્લીકેશન સેવા રવિવારના રોજ અટલ સરોવર સુધી સ્પેશિયલ સિટી બસ.


રાજકોટ શહેર તા.૨૭/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા BRTS બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની રાજકોટ રાજપથ લી.(SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. જે સબબ કુલ ૭૨ રૂટ પર ૧૦૦ CNG તથા ૯૯ ઇલે. એમ કુલ ૧૯૯ બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. રાજકોટ રાજપથ લિ. દ્વારા તા.૨૬-૧-૨૦૨૫ ના રોજ મોબાઈલ એપ્લીકેશન સેવા, રવિવારના રોજ અટલ સરોવર સુધી સ્પેશિયલ સિટી બસ સેવા અને ગોંડલ ચોક થી શાપર વેરાવળ શટલ સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે, જેની વિગત નીચે મુજબ છે. મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ એક સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. મોબાઇલ એપ તથા રૂટ રેશનાલાઇઝેશન અંગેની કામગીરીમાં જર્મનીની એજન્સી GIZ સાથે ભારત સરકારના આવાસ, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA), જર્મન ફેડરલ મિનિસ્ટ્રી ફોર ઇકોનોમિક કો-ઓપરેશન (BMZ) દ્વારા કમિશન્ડ કરાયેલ સસ્ટેનેબલ અર્બન મોબીલીટી, એર ક્વોલીટી, ‘ક્લાઇમેટ એક્શન અને એક્સેસિવીલીટી (SUM-ACA) સંબંધિત ક્ષેત્રના પ્રોજેક્ટની અમલવારી માટેનો ટેકનીકલ સહ્યોગ વિનામુલ્યે આપવામાં આવી રહેલ છે. જેમાં મોબાઇલ એપ્લીકેશનમાં નીચે મુજબની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. રૂટ તથા તેના સમયપત્રક, જે લોકેશન પર ઉભા હોય ત્યાંથી અપ-ડાઉન થતી બસની વિગત, બસનું લાઇવ લોકેશન, પીરીયોડીક પાસનુ વેલીડેશન, ટીકીટ બુકીંગ Mobile App Link Download from Play store: https://play.google.com/store/apps/details?id=in.chartr.rrl અટલ સરોવર સુધી રવિવારના રોજ સ્પેશિયલ સિટી બસ સેવા, તાજેતરમાં રાજકોટ સ્માર્ટ સિટી એરીયા ખાતે અટલ સરોવર ડેવલપમેન્ટ કરી કાર્યરત કરવામાં આવેલ છે. જેમાં રવિવારના રોજ સિટીના જુદા જુદા વિસ્તારોમાંથી શહેરીજનોને આવવા-જવા માટે નીચે મુજબના રૂટ શરૂ કરવામાં આવેલ છે. જે સવારના ૧૧ કલાક થી રાત્રીના ૧૧ કલાક સુધી ચાલુ કરવામાં આવેલ છે. ત્રિકોણબાગ થી અટલ સરોવર, ગોંડલ ચોક થી અટલ સરોવર, આજીડેમથી અટલ સરોવર, ગ્રીનલેન્ડ ચોક થી અટલ સરોવર, કોઠારીયા ગામ થી અટલ સરોવર, ગોંડલ ચોક થી શાપર વેરાવળ શટલ સિટી બસ સેવા, રાજકોટથી ડેઇલી અંદાજીત ૨૫,૦૦૦ થી વધુ મધ્યમ/કામદાર વર્ગ લોકો રાજકોટ થી શાપર વેરાવળ બાજુ અપ ડાઉન કરે છે. જેને ધ્યાને લેતા દર ૧૫ મીનીટના અંતરે સિટી બસ સેવામાં ગોંડલ ચોક થી શાપર વેરાવળ શટલ રૂટ ચાલુ કરવામાં આવેલ છે. જે સવારના ૬:૩૦ કલાક થી રાત્રીના ૮:૩૦ કલાક સુધી બસ સેવા મળી રહેશે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image