આટકોટ વિવેકાનંદ સ્કૂલ માં આજે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો - At This Time

આટકોટ વિવેકાનંદ સ્કૂલ માં આજે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો


આટકોટ વિવેકાનંદ સ્કૂલ માં આજે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો

આટકોટની શૈક્ષણિક ખ્યાતનામ સંસ્થા શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલમાં તા. ૧૩/૦૭/૨૦૨૨ને બુધવારના રોજ “ગુરૂપુર્ણિમા દિન”ની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. ઉપરોકત્ત કાર્યક્રમમા શાળાના દરેક વિદ્યાર્થીએ ઉત્સાહથી ભાગ લીધો હતો. ગુરૂની સુંગધએ ઉપાસનાની સુગંધ હોય છે. ગુરૂની સુગંધ એ સેવાની સુગંધ હોય છે. ગુરૂની સુગંધએ મંત્રની સુગંધ હોય છે. ફૂલની સુગંધતો સવારે આવેને સાંજે ઓસરી જાય પરંતુ ગુરૂતો શાશ્વત ખીલેલું ફૂલ છે કયારેય કરમાતું નથી. કાર્યક્રમની શરૂઆતમાં ગુરૂવંદના કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ એ ગુરૂનું મહત્વ આપણા જીવનમા શું છે? એ સમજાવતા વકૃત્વ રજુ કર્યુ હતુ. ગુરૂજીના મહત્વ વિશેનું નાટક, નૃત્ય દરેક ગુરૂજનોનુ સન્માન કરી તિલક કરી મો મીઠું કરવામા આવ્યુ હતુ. સમગ્ર આયોજન મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સંજયભાઈ એચ. શેખલિયા, સંચાલકશ્રી બિપિનભાઈ એચ. શેખલિયાની દેખરેખમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.