સ્કુલના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન આપવામા આવ્યુ - At This Time

સ્કુલના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન આપવામા આવ્યુ


હિંમતનગરની પરફેકટ સ્કૂલમાં ધો.૧૧ સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓને સાબરકાંઠા સાયબર વિભાગ દ્વારા સોશિયલ મિડીયના માધ્યમ થકી અપરાધીઓ દ્વારા કરવામાં આવતા સાયબર ક્રાઈમથી માહિતગાર કરાયા હતા. સાયબર ક્રાઈમના પી.એસ.આઈ.આર.બી. પ્રજાપતિએ વિદ્યાર્થીઓને લોભામણી જાહેરાતો દ્વારા, ફેક આઈડી દ્વારા, ગેમ એપ દ્વારા, નવી નવી એપ દ્વારા કેવી રીતે સાયબર ક્રાઈમ થતા હોય છે તે વિશે કેવી રીતે બચી શકાય તેની જાણ કારી આપી હતી. સ્કૂલના ટ્રસ્ટી હિતેષભાઈ પટેલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયુ હતું.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.