ચોરાયેલ મો.સા. શોધી કાઢતી બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ ( નેત્રમ ) સર્વેલન્સ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન
ચોરાયેલ મો.સા. શોધી કાઢતી બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ ( નેત્રમ ) સર્વેલન્સ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન
ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયા સાહેબ તથા ઈ/ચા પોલીસ અધિક્ષક શ્રી એ.એ.સૈયદ સાહેબની સુચના દ્વારા મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટેની આપેલ સુચના તથા વિભાગીય પોલીસ અધિકારી મહર્ષિ રાવલનાઓના માર્ગદર્શન હેઠળ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.દેસાઈ બોટાદ પો.સ્ટે. નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ બોટાદ પોલીસ સ્ટેશન અરજી નં. ૧૨૬૪/૨૦૨૩ તા. ૨૪/૦૩/૨૦૨૩ ના કલાક ૧૧/૦૦ વાગ્યે દાખલ થયેલ હોય, જે હીરો કંપનીનું મો.સા. રજી.નં. GJ-33-A-5510 મારૂતિ નગર, ઢાકણીયા રોડ, બોટાદથી ચોરાયેલ હોય, જેની જાણ બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ કંટ્રોલ (નેત્રમ) ખાતે થતા જે આધારે VISWAS પ્રોજક્ટ અંતર્ગત બોટાદ શહેરમાં લાગેલ CCTV કેમેરાના ITMS સોફ્ટવેરમાં સદર મો.સા. નંબરની તા.૨૪/૦૩/૨૦૨૩ દિવસ દરમ્યાનની મુવમેન્ટ ચેક કરતા મો.સા. જ્યોતિગ્રામ સર્કલ થી સાળંગપુર તરફ જતા દેખાઈ આવતા આગળ અલગ-અલગ CCTV ફુટેજની તપાસ કરતા સદર ચોરાયેલ મો.સા. કુંડળ શનિદેવ મંદિર પાસેથી બીનવારસી હાલતમાં મળી આવેલ. જેથી સદરહુ ચોરાયેલ મો.સા. મળી આવતા કબ્જે લઇ આગળની ધોરણસરની કાર્યવાહી માટે બોટાદ પો.સ્ટે. નાઓને સોપેલ છે.
કામગીરીમાં જોડાયેલ અધિકારી/કર્મચારીઓ:-
આમ ઉપરોકત કામગીરીમાં CCTV કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.શ્રી એસ.કે.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારી(૧)એ.એસ.આઈ. અજયભાઈ રમેશભાઈ રાઠોડ, (૨)અના.હે.કો. અમીરાજભાઈ પ્રવીણભાઈ બોરીચા, (૩)અના.હે.કો. જયેશભાઈ ઝવેરભાઈ ચૌહાણ, (૪)અના.પો.કો. જયંતીભાઈ કાળુભાઈ પરમાર, (૫)અના.પો.કો. નિકુલસિંહ મનુભા સિંધવ, (૬)અના.પો.કો. રાહીલભાઈ હુસેનભાઈ સીદાતર, (૭)અના.વુ.પો.કો. કૈલાશબેન વલ્લભભાઈ વેલાણી, (૮)આ.લો. જીલુભાઈ ગોરાભાઈ ગોલેતર, (૯)આ.સો.સીની.એન્જી. અજયભાઈ ભુપતભાઈ મુળીયા, (૧૦)આ.સો.જુનિ.એન્જી. કિશનભાઈ કાળુભાઈ સાબવા, (૧૧)આ.સો.જુનિ.એન્જી. અશ્વિનભાઈ ભીખાભાઈ સોનગરાનાઓ જોડાયેલા હતા.
Report By Asraf jangad
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.