ઉમિયા ચોકમાં ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવાન નું સારવારમાં મોત - At This Time

ઉમિયા ચોકમાં ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવાન નું સારવારમાં મોત


શહેરના 150 રિંગ રોડ પર ઉમિયા ચોકમાં ડિવાઈડર સાથે બાઈક અથડાતા કોઠારીયા સોલ્વન્ટના નારાયણનગરમાં શેરી નં.9માં રહેતા રાજ ઠાકરશીભાઈ વાઢેર (કોળી)નું સારવારમાં મોત નીપજ્યું હતું.
આ અંગે મળતી વિગત મુજબ, રાજ ભાવનગર રોડ પર આવેલા એક કારખાનામાં મજૂરી કરતો હતો. તે ચાર ભાઈમાં મોટો હતો. ગત રાત્રે તેના કાકાના દીકરા વિજય સાથે તે બાઈક લઈ નવરાત્રી પહેલા યોજાતા દાંડિયા રસમાં જતો હતો. ઘરેથી બન્ને પિતરાઈ બાઈક પર નીકળ્યા હતા. 150 રિંગ રોડ પર ઉમિયા ચોકમાં અચાનક બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતું. જેમાં રાજને ગંભીર ઇજા થઇ હતી. જ્યારે વિજયનો આબાદ બચાવ થયો હતો. રાજને તત્કાલ દોશી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવતા અત્રે સારવારમાં જ દમ તોડી દીધો હતો. પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. આ તરફ આશાસ્પદ યુવાનના મોતથી કોળી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.