*જિલ્લાકક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવા બાબત* - At This Time

*જિલ્લાકક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવા બાબત*


*જિલ્લાકક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવા બાબત*
******************
જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા શરૂ વર્ષે જિલ્લા કક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન સપ્ટેમ્બર માસના છેલ્લા અઠવાડિયામાં કરવાનું છે. જેમાં જિલ્લાકક્ષાએ પ્રાચીન અને અર્વાચીન ગરબા તેમજ રાસ સ્પર્ધા યોજવાની છે. ગરબામાં ભાગ લેવા ૧૪ થી ૩૫ વર્ષ અને રાસમાં ૧૪ થી ૪૦ વર્ષની વય મર્યાદા રહેશે. આ સ્પર્ધામાં ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં વધુ ૧૬ સ્પર્ધકો અને ૪ સહાયકો એમ કુલ ૨૦ ની ટીમ બનાવી શકાય છે. જેમાં ભાગ લેવા ઇચ્છુક કલાકારોએ નિયત નમૂનાનું ફોર્મ અને સ્પર્ધાના નિયમો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ક્રિષ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ, સબ જેલ રોડ પાસે, હિંમતનગર ખાતેથી મેળવી તા.૨૭ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ ફોર્મ સાથેની એન્ટ્રી કચેરી ખાતે પરત મોકલી આપવાની રહેશે.એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી,સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
***************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.