રાજકોટમાં સાતમ-આઠમના તહેવાર માટે લોકોએ મનમૂકીને પૈસા વાપર્યા, સવારથી રાત સુધી બજારમાં ખરીદીનો ધમધમાટ રહ્યો
છેલ્લા બે વર્ષ કરતા આ વખતે 50 ટકા વધુ વેપાર નીકળ્યો
બોળચોથ સાથે આજથી જન્માષ્ટમી પર્વનો પ્રાંરભ થઈ ગયો છે. હવે એક સપ્તાહ સુધી તહેવારનો માહોલ રહેશે. સાતમ-આઠમના તહેવારના અનુસંધાને લોકોએ સુશોભન, ફરસાણ, મીઠાઈથી લઈને ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય તમામ ચીજવસ્તુની ખરીદી માટે મનમૂકીને પૈસા વાપર્યા હતા. ગુંદાવાડી બજાર, ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, સોની બજાર સહિતની બજારમાં ખરીદી માટે લોકોની ભીડ ઊમટી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.