બાયડના જીતપુર મુકામે એસીબી સફળ ટ્રેપ, લાચિયો કર્મચારી ઝડપાયો.
*એસીબી સફળ ટ્રેપ*
*ફરિયાદી:*
એક જાગૃત નાગરીક
*આરોપી*
યશંવતભાઈ મોકમભાઈ પટેલ, નોકરી- હેડ કલાર્ક, વર્ગ-૩, સામુહિક આરોગ્ય કેન્દ્ર (સી.એચ.સી.) જીતપુર, તા-બાયડ,
જીલ્લો- અરવલ્લી.
*લાંચની માંગણીની રકમ* :
રૂ.૭૦૦૦/-
*લાંચની સ્વીકારેલ રકમ* :
રૂ.૭૦૦૦/-
*લાંચની પરત મેળવેલ રકમ*:
રૂ.૭૦૦૦/-
*ટ્રેપની તારીખ* :
તા.૨૦/૦૬/૨૦૨૪
*ટ્રેપનું સ્થળ:*
સામુહિક આરોગ્ય કેન્દ્ર (સી.એચ.સી.) જીતપુર, તા-બાયડ, જી.અરવલ્લી.
*ટુંક વિગત* :
આ કામે હકિકત એવી છે કે, આ કામના ફરિયાદી લેબ ટેકનીશીયન તરીકે નોકરી કરતા હોય અને તેઓએ રાજીનામુ આપેલ હોય, તેઓના જાહેર રજાના બીલ બનાવવાના અવેજ પેટે આ કામના આરોપીએ રૂ.૭,૦૦૦/- ની લાંચની માગણી કરેલ. જે લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરતા, આજરોજ લાંચના છટકા દરમ્યાન ફરિયાદી સાથે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાની માંગણી કરી, લાંચના નાણાં રૂ.૭,૦૦૦/- સ્વિકારી, પકડાઇ જઇ ગુનો કરેલ છે.
*ટ્રેપીંગ અધિકારી:*
શ્રી એમ.એમ.સોલંકી,
પોલીસ ઈન્સ્પેક્ટર,
ગાંધીનગર એ.સી.બી.પો.સ્ટે.
*સુપરવિઝન અધિકારી* :
શ્રી એ.કે.પરમાર,
મદદનીશ નિયામક,
ગાંધીનગર એ.સી.બી.એકમ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.