જસદણ કન્યા વિનય મંદિરની વિદ્યાર્થીની પ્રિયાંશી બડમલીયા ૮૪.૬૨ પી.આર સાથે પાસ - At This Time

જસદણ કન્યા વિનય મંદિરની વિદ્યાર્થીની પ્રિયાંશી બડમલીયા ૮૪.૬૨ પી.આર સાથે પાસ


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તાજેતરમાં એસ એસ સી ૨૦૨૪ના પરિણામમાં કે વી એમ જસદણની વિદ્યાર્થીની બડમલીયા પ્રિયાંશી ૮૪.૬૨ પી આર સાથે પાસ થઈને શાળા અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે
બડમલીયા પ્રિયાંશી નું જીવન એક સંઘર્ષમય ગાથા સમાન અને પ્રેરણાદાયક કિસ્સો છે સૌરાષ્ટ્રના નાના એવા ગામ આંબરડી ગામના વતની તેનો પરિવાર જસદણ ખાતે માત્રને માત્ર દીકરીને અભ્યાસ કરાવવા માટે આવ્યો હતો તેના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ ઉચ્ચ અભ્યાસ કર્યો નથી પ્રિયાંશી એ અથાગ મહેનત કરી અને તેનું સ્વપ્ન યુ પી એસ સી ક્લિયર કરી કલેકટર બની દેશની સેવા કરવાનું છે
પ્રિયાંશી ના માતા રસ્મિતાબેન જસદણ શહેર ના પુર્વ બીજેપી મહિલા મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે તેમજ પ્રિયાંશી ના પિતા જસદણ શહેર બક્ષીપંચ મોરચાના મંત્રી છે બંને માતા પિતાના સહયોગથી પ્રિયાંશી અથાગ મહેનત કરી અને માતા-પિતાનું સ્વપ્ન સાકાર કરવા માંગે છે
આ તકે જસદણ શહેર યુવા બક્ષીપંચ મોરચાના તેમજ જીઆઇડીસી એસોસિયેશનના પ્રમુખ જેને અડધી રાતનો હોકારો કહી શકાય તેવા વિજયભાઈ રાઠોડે પ્રિયાંશી બેનનો ઉત્સાહ વધારવા રૂબરૂ મુલાકાત કરી શુભેચ્છા પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.