વિછીયા પંચાળ પ્રદેશના 18 જવાનો ભારતીય સૈન્યની તાલીમ પૂર્ણ કરી માદરે વતન આવતા ફુલડે વધાવી સન્માન કરાયું - At This Time

વિછીયા પંચાળ પ્રદેશના 18 જવાનો ભારતીય સૈન્યની તાલીમ પૂર્ણ કરી માદરે વતન આવતા ફુલડે વધાવી સન્માન કરાયું


(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
વિછીયા મા દેશ ભક્તિના રંગે રંગાયેલ સર્વે પાંચાળ વાસીઓનૉ વિનોદભાઈ વાલાણી આભાર પ્રગટ કરી ફૂલડે વધાવ્યા હતા. પાંચાળ પ્રદેશના 18 જવાનોએ ભારતીય સૈન્યમાં તાલીમ પૂર્ણ કરી માદરે વતન પાંચાળ પ્રદેશની ધન્ય ધરામાં ફરતાં સરહદના સૈનિકોને ફૂલડે વધાવવા અને વતન કે રખવાલે સ્વાગત સન્માન સમારોહ રેલીઓમાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. સર્વે સમાજ એકતા અને સામાજીક સમરસતાના દર્શન થયા હતા. તેમજ વિર જવાનોનાં ઝુસ્સાઓમાં વધારો કર્યો ભારતનું ભાવી વિદ્યાર્થીઓમાં અને યુવાનોમાં પ્રેરણા અને રાષ્ટ્ર પ્રેમ જાગ્યો, અલગ અલગ સન્માન સમારોહોમાં વિવિદ્ય સામાજિક સંગઠનો, સામાજિક રાજકીય અગ્રણીઓ, વિધાર્થીઓ, યુવાનો, ભાઈઓ, બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, અને દેશ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડી રાષ્ટ્ર ભક્તિના કાર્યક્રમોને સફળ બનાવ્યા હતા. અને પાંચાળ વાસીઓ દેશ ભક્તિના રંગે રંગાઈ અભૂતપૂર્વ પ્રેમ આપ્યો તે બદલ પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ તમામ લોકોને હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.