બોટાદ શહેરના ગોવિંદજી ની ચાલી પાસે ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમોની ધામધૂમથી ઉજવણી કરાઈ
(ચેતન ચૌહાણ દ્વારા)
બોટાદ શહેરના પરા વિસ્તારમાં આવેલ ગોવિંદજી ની ચાલી પાસે બાળ મંડળ આયોજિત ગણેશ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી ઉજવણી કરાય છે ત્યારે આજે છેલ્લા દિવસે લોકોએ ગણેશ મહોત્સવમાં આરતી,ભવ્ય અન્નકૂટ,અને કથાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ વિસ્તારના તમામ રહીશો દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ગણપતિ મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો હાજર રહ્યા હતા આ વિસ્તારમાં ગણપતિની સ્થાપના બાળ મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.