ધંધુકામાં ક્ષમાપનાના મહાપર્વ સંવત્સરી ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.
ધંધુકામાં ક્ષમાપનાના મહાપર્વ સંવત્સરી ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.
જીનાલયોમાં ભગવાન મહાવીર સ્વામીજીની આરાધના કરાઈ.તપસ્વીઓનો વરઘોડો અને પારણાનો પ્રસંગ યોજાયો.
અમદાવાદ જીલ્લાના ધંધુકા પંથકમાં જપ,તપ,આરાધનાની હેલીને લઈને આવતા મહામંગલકારી પર્યુષણ પર્વની સંવત્સરી સાથે ઉત્સાહ અને ભક્તિભાવથી કરી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
મન,વચન,કાયાથી કોઈને ઠેસ પહોચાડી હોય તો તેમને મિચ્છામિ દુકકડમ કહી જૈન સમાજ ધ્વારા ક્ષમાપનાના મહાપર્વ સંવત્સરી ની ઉત્સાહ અને હરખભેર ઉજવણી કરી હતી. તપ,જપ અને ક્ષમા-યાચનાના અવરસ પર્વાધિરાજ પર્યુષણ દરમિયાન ધંધુકામાં ભગવાન મહાવીર સ્વામીજીની આંગી રચના,જન્મ કલ્યાણ વાંચન,સાધુ સાધ્વિજી ભગવંતોના પ્રવચનો,તપસ્વીઓના સામૂહિક પારણા,શ્રીફળ પધરામણી ૧૪ સ્વપ્ન,માસ ક્ષમણ,અઠ્ઠાઈનવાઈ તપ વગેરે ભક્તિ ભાવના સાથે ભગવાન મહાવીર સ્વામીની આરાધના કરવામાં આવી હતી. પર્વાધિરાજ પર્યુષણના આજે અંતિમ દિવસે સંવત્સરીના પવિત્ર દિવસે જીનાલયોમાં વહેલી સવાર થી જૈન સમાજ ના લોકો વિશાળ સંખ્યામાં ઉમટી પડી બારમા સૂત્રનું શ્રવણ,આચાર્ય ભગવંત મહારાજ સાહેબોના પ્રવચન વ્યાખ્યાન સાંભળ્યા હતા.તેમજ સંવત્સરીનું પ્રતિક્રમણ કરી વિતેલા વર્ષમાં પારિવારિક,સામાજીક,વ્યવહારિક, તન, મન,વચન અને કાયાથી કોઈની લાગણી દુભાઈ હોય તો તેમને મિચ્છામિ દુકકડમ કહી ક્ષમા યાચના વ્યકત કરી હતી.
સંવત્સરીની ઉજવણી ઉત્સાહભેર પૂર્ણ કરી ઉગ્ર તપસ્યા કરનાર તપસ્વીઓનો વરઘોડો અને સામુહિક પારણાનો પ્રસંગ સંવત્સરીની ઉજવણી ધંધુકા જૈન સમાજ ધ્વારા ભાવ વિભોર બની ઉત્સાહ ભેર કરી હતી.
રીપોર્ટર સી કે બારડ
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.