ચાલો અમદાવાદ કલેક્ટર ઓફિસ ચાલો અમદાવાદ કલેક્ટર ઓફિસ - At This Time

ચાલો અમદાવાદ કલેક્ટર ઓફિસ ચાલો અમદાવાદ કલેક્ટર ઓફિસ


અમદાવાદ કલેકટ્ટર કચેરી
04/10/2024 શુક્રવાર ના રોજ સવારે 11 વાગ્યે,

અમદાવાદ શહેરના ગિરધરનગર શાહીબાગ વિસ્તારમાં માકુભાઈની ચાલી રેલ્વે લાઈન પાસે જે બુલેટટ્રેનનો રેલપ્રોજેક્ટ નાખવાની કામગીરી ચાલુ છે ત્યાંના અસરગ્રસ્ત રહીશોને કોઇપણ વળતર કે વ્યક્લ્પિક વ્યવસ્થા આપવામાં આવેલ નથી.

૨૦૧૮ માં જયારે આ પ્રોજેક્ટનું કામ ચાલુ કર્યું હતું ત્યારે ત્યાંના સ્થાનિક અસરગ્રસ્તો ને વિશ્વાષમાં લઈને 250થી વધુ મકાનનો સર્વે કરવામાં આવેલો અને ત્યાંના અસરગ્રસ્તોને ફેમીલી સાથે ફોટા પાડી તથા ઘરના દરવાજે લાલ અક્ષરથી નંબર પાડીને બુલેટટ્રેન રેલપ્રોજેક્ટ કે સરકારના કર્મચારીઓ દ્વારા આશ્વાસન આપવામાં આવેલુ કે તમને મકાન કે મકાનની જગ્યાએ વળતર આપવામાં આવશે. પણ જેતે સમયે વળતર આપવામાં આવ્યું નથી

બુલેટટ્રેન રેલપ્રોજેક્ટ અને સરકાર દ્વારા કોઈ જાતનું વળતર આપેલ નથી અને તંત્રની જરરિયાત પ્રમાણે 100થી વધુ કાચા - પાકા મકાનો તોડી પાડવામાં આવેલ છે.

તો ઉચિત વળતર જલ્દી થી જલ્દી મને તેના માટે

અમદાવાદ કલેકટર કચેરી તારીખ 4 /10/ 2024 ના રોજ સવારે 11 વાગ્યે આપ સૌ મોટી સંખ્યામાં હાજરી આપીને આપણે આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરીએ અને જો જલ્દીથી સરકાર એક્શનમાં નહીં આવે તો આગળ આંદોલનો માર્ગ પણ અપનાવવા આપણે તૈયાર છીએ

આ પહેલા પણ અમદાવાદના પ્રથમ નાગરિક મેયર શ્રી પ્રતિભાબેન જૈન ને પણ આવેદનપત્ર આપેલું છે એના પછી અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને પણ સર્કિટ હાઉસ (NXC) ખાતે રૂબરૂ મુલાકાત કરીને પણ આ કામ અટકે અને ઉચિત વળતર મળે તેની માંગણી તમે સરકારમાં કરો તેમ પણ કીધેલું છે

પણ તેનો યોગ્ય જવાબ મળ્યો નથી હવે કલેક્ટર કચેરી અમદાવાદ ખાતે આવેદનપત્ર આપીશું

અને જો એમાં પણ કઈ યોગ્ય કાર્યવાહી નહી થાય
તો આગળ નાં પોગ્રમો ની જાહેરાત થોડા સમય માં કરીશું

રાહુલ પરમાર
અધ્યક્ષ ભારતીય
દલિત પેંથર ગુજરાત પ્રદેશ
મો. 98799 61790

રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.