અતિવૃષ્ટિ લીલો દુષ્કાળ હવાઈ નિરીક્ષણ ને બદલે મુખ્ય મંત્રી એ વેબસાઈટ પર લખેલા વરસાદના આંકડા ઓ જોવાની જરૂર છે  રાવલ અને ધેડ ની મુલાકાત કરવી જોઈ એ સરકારે ૨૦૧૬ ના અછતગ્રસ્ત મેન્યુઅલ જોવા ની જરૂર ગુજરાત કિસાન કોંગ્રેસ નેતા પાલભાઈ આંબીલીયા - At This Time

અતિવૃષ્ટિ લીલો દુષ્કાળ હવાઈ નિરીક્ષણ ને બદલે મુખ્ય મંત્રી એ વેબસાઈટ પર લખેલા વરસાદના આંકડા ઓ જોવાની જરૂર છે  રાવલ અને ધેડ ની મુલાકાત કરવી જોઈ એ સરકારે ૨૦૧૬ ના અછતગ્રસ્ત મેન્યુઅલ જોવા ની જરૂર ગુજરાત કિસાન કોંગ્રેસ નેતા પાલભાઈ આંબીલીયા


અતિવૃષ્ટિ લીલો દુષ્કાળ હવાઈ નિરીક્ષણ ને બદલે

મુખ્ય મંત્રી એ વેબસાઈટ પર લખેલા વરસાદના આંકડા ઓ જોવાની જરૂર છે 

રાવલ અને ધેડ ની મુલાકાત કરવી જોઈ એ સરકારે

૨૦૧૬ ના અછતગ્રસ્ત મેન્યુઅલ જોવા ની જરૂર ગુજરાત કિસાન કોંગ્રેસ નેતા પાલભાઈ આંબીલીયા

જામનગર અતિવૃષ્ટિ બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા મુખ્યમંત્રી એ એક મહિનામાં બે વખત દ્વારકા જામનગરની મુલાકાત લેવી પડી દ્વારકામાં પાંચ દિવસ માં ૬૦ થી ૭૦ ઇંચ વરસાદ પડ્યો ગુજરાતના ૩૭ તાલુકા ઓમાં ૧૪૦% થી વધારે વરસાદ નોંધાયો દ્વારકા તાલુકામાં ૩૫૪% સૌથી વધારે વરસાદ નોંધાયો દ્વારકા જિલ્લામાં ૨૪૩% સૌથી વધારે વરસાદ નોંધાયો દ્વારકા, પોરબંદર, જામનગર જૂનાગઢ જિલ્લાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ ૧૪૦% થી વધારે વરસાદ પડ્યો તે તમામ તાલુકાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ મુખ્યમંત્રી એ મુલાકાત રાવલ અને ઘેડ વિસ્તારની કરવાની જરૂર છે મુખ્યમંત્રીએ વિસ્તારની મુલાકાત ના બદલે ૨૦૧૬ નો કેન્દ્ર સરકારનો અછતગ્રસ્ત મેન્યુઅલ જોવાની જરૂર છે મુખ્યમંત્રી એ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઈટ પર લખેલા વરસાદના આંકળાઓ જોવાની જરૂર છે અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ ૧૪૦% થી વધારે વરસાદ હોય ત્યાં લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ દેખાડા પૂરતી હવાઈ મુલાકાતોથી ખેડૂતોને, નાગરિકોને કોઈ ફાયદો ન થાય હવાઈ મુલાકાત બાદ લોકો માટે હિતકારી પગલાં લેવા જોઈએ એક મહિના પહેલા લીધેલી મુલાકાતથી દ્વારકા-જામનગર જિલ્લાના લોકોને શું ફાયદો થયો ?? મુખ્યમંત્રીની મુલાકાતથી નહિ પણ અછતગ્રસ્ત મેન્યુઅલનો અમલ કરવાથી લોકોને ફાયદો થાય મુલાકાત લઈને પણ કાયદાકીય અમલ ન કરવો હોય તો તે મુલાકાતનો ફાયદો શું ?? મુખ્યમંત્રી એ મુલાકાત બાદ તુરંત દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ જિલ્લાઓને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઈએ અગાઉની નુકશાનીનો પણ હજુ સર્વે પૂરો નથી કર્યો સરકાર માત્ર દેખાડા પૂરતા કાર્યક્રમોના બદલે લોકોના હીત માટે નક્કર પગલાં લેવા જોઇ એ ૧૪૦% થી વધારે વરસાદ નોંધાયો તે તાલુકા ઓની યાદી ૧.અબડાસા ૧૯૦% ૨. લખપત ૧૫૯% ૩.માંડવી ૨૩૨% ૪. મુંદ્રા ૧૯૦% ૫. નખત્રાણા ૨૧૬% ૬. તારાપુર ૧૬૧% ૭. પાદરા ૧૪૮% ૮.નડિયાદ ૧૭૩% ૯.બોરસદ ૧૬૦% ૧૦. ખંભાત ૧૫૫% ૧૧. જામ કંડોરણા ૧૪૦% ૧૨.ધોરાજી ૧૭૬% ૧૩ લોધિકા ૧૫૨% ૧૪ મોરબી ૧૪૪% ૧૫.વાંકાનેર ૧૭૨% ૧૬.જામ જોધપુર ૧૮૬% ૧૭.જામનગર ૧૪૦% ૧૮.જોડિયા ૧૫૩% ૧૯. કાલાવડ ૧૯૦% ૨૦.લાલપુર ૧૫૦% ૨૧.ભાણવડ ૧૯૦% ૨૨ દ્વારકા ૩૫૫ % ૨૩. કલ્યાણપુર ૨૧૮% ૨૪.ખંભાળીયા ૨૪૧ % ૨૫. કુતિયાણા ૧૪૯% ૨૬.પોરબંદર ૨૧૧% ૨૭. રાણાવાવ ૧૮૧% ૨૮.જૂનાગઢ ૧૫૧% ૨૯જૂનાગઢ સીટી ૧૫૦ % ૩૦.કેશોદ ૧૭૨% ૩૧.માણાવદર ૧૯૪ % ૩૨.મેંદરડા ૧૬૧% ૩૩ વંથલી ૧૭૬% ૩૪ વિસાવદર ૧૫૯% ૩૫ કુંકાવાવ વડીયા ૧૪૪% ૩૬ નેત્રંગ ૧૬૩% ૩૭. વાલિયા ૧૫૪% ૩૮.પલસાણા ૧૫૨% ૩૯.ખેરગામ ૧૬૧% થયો છે ગુજરાત સરકારે સરકરી મેન્યુયલ જોવું જોઈ એ અને ન્યાય સંગત પગલાં લેવા જોઈ એ તેમ ગુજરાત કિસાન કોંગ્રેસ ના પાલભાઈ આંબલિયા એ જણાવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.