રાજકોટ:પરિણીતાને પતિ સહિતના સાસરિયાનો ત્રાસ
જામનગર રોડ આશીર્વાદ એપાર્ટમેન્ટમાં માવતરે નિકીતાબેન કૃણાલભાઇ ચૌહાણ(ઉ.વ.22)એ જામનગર એરફોર્સમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતા કૃણાલ નટવરલાલ ચૌહાણ,સાસુ લતાબેન નટવરલાલ ચૌહાણ,સસરા નટવરલાલ હરિલાલ અને નણંદ હિનાબેન સહિતનાઓ ત્રાસ આપતા હોવાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. નિકિતાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું નવેક મહિનાથી મારા પિયરમાં રહું છુ અને એફ.વાય બી.એ. નો અભ્યાસ કરું છુ.મારા લગ્ન તા.27/11/2020 ના રોજ નટવરલાલ હરીલાલ ચૌહાણના દીકરા કૃણાલ સાથે થયેલ હતા.મારા લગ્ન બાદ હું મારા પતિ તથા સાસું - સસરા તથા નણંદ સાથે સંયુકુત કુટુંબ માં રહેતી હતી અને મારા પતિ જામનગર ખાતે એરફોર્સમાં એન્જીનીયર તરીકે નોકરી કરતા હતા.જેથી અમો બન્ને પતિ પત્ની જામનગર રહેવા જતા રહેલ અને બીજા જ દિવસે મારા સાસુ સસર તથા નણંદ પણ અમારી સાથે રહેવા આવી ગયા હતા.મારા સાસુ મને કહેતા કે તારા દાંત લાંબા છે અને તને બરોબર રસોઇ બનાવતા આવડતી નથી અને તારા માવતરે તને કંઇ શીખડાવ્યું નથી તેમ કહીને ત્રાસ આપતા હતા.
તેમજ નણંદ ના છુટાછેડા થઇ ગયા હોય જેથી તેઓ પણ અમારી સાથે રહેતા અને તે કોલેજ જતા ત્યારે મને કહેતા કે હું કોલેજેથી આવુ ત્યારે તમારે બધુ કામ કરીને રાખવાનુ હું કંઇ કામ નહી કરાવુ અને મને તુકારે બોલાવતા અને મારા સસરાએ મને કહ્યું કે તમને બીજો કોઇ છોકરો ગમતો હોય તો તમે કહો અમે તમારા લગ્ન તેના સાથે કરાવી દેશુ અને મારા દિકરાના તમારા કરતા પણ સારા માંગાં આવતા હતા પણ તુ અમારા નસીબમાં કેમ ભટકાણી ખબર નહીં.ત્યારબાદ હું પ્રેગ્નેટ હોય છતાં મારા સાસુ તથા નણંદ મારી પાસે ઘરનુ બધુ કામ કરાવતા અને મને સરખુ જમવાનુ પણ આપતા નહોતા.આ બધી વાત હું મારા પતિને કરુ તો તે મને એમ કહેતા કે તે કહે એમ જ તારે કરવાનું અને મારા પતિ મને સમય આપતા નહી અને મારા સાસુ -સસરા તથા મારા નણંદ મારા પતિને મારી વિરુધ્ધમાં ચઢામણી કરતા હતા.જેથી મારા પતિ મારી સાથે ઝઘડો કરતા અને હું પ્રેગ્નેટ હતી
ત્યારે મારે દવાખાને બતાવવા જવાનુ હોય તો પતિને કહુ તો તે કહેતા કે તુ એકલી જતી રહે અને મારી સાથે દવાખાને આવતા નહી અમે મારી પ્રેગ્નેશી દરમ્યાન જાણી જોય ને મને દરરોજ પંખો સાફસુફ કરાવતા હતા જેથી કરીને મને કંઇક થઇ જાઇ તે માટે તેઓ આવુ કરાવી મને માનસિક ત્રાસ આપતા હતા.બાદ મારુ શ્રીમંત હોય જેથી અમો બધા રાજકોટ રહેવા આવી ગયા હતા અને મારા પતિ જામનગર ખાતે એકલા જ રહેતા બાદ મારે પ્રાઇવેટ દવાખાનામાં ડીલીવરી કરાવવી હોય પરંતુ મારા સાસરીયાવાળાએ મારી ડીલીવરી રાજકોટ સરકારી દવાખાનામાં કરાવી હતી.મારે દિકરીનો જન્મ થતા મારા સાસરીયાવાળાઓને તે ગમ્યું નહી અને મને દવાખાનામાથી રજા આપી દેતા હુ ઘરે આવેલ તો મારા સાસુ તથા નણંદ મને જમવાનું આપતા નહી. થોડાદિવસ બાદ મારા સાસુએ મને કહેલ કે તારા મમ્મીને ફોન કરીને કહે કે તને તેડી જાય જેથી મે મારા મમ્મીને ફોન કરીને બોલાવેલ અને ત્યારથી આજદીન સુધી હું મારા માવતરના ઘરે જ છુ અને આજદીન સુધી મારા સાસરીયાવાળાઓ મને તેડવા માટે આવેલ નથી કે મારી દિકરીના ખબર અંતર પુછવા પણ આવેલ નથી.જેથી મે નામદાર કોર્ટમાં ભરણ પોષણ તથા ડોમેસ્ટીકનો કેસ પણ કર્યો હતો.ત્યારબાદ મહિલા પોલીસમાં ત્રાસ અંગે ફરિયાદ નોંધી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.