મિશ્રઋતુમા રોગચાળો ન ફેલાય તે માટે બોટાદ આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરાઈ
(અસરફ જાંગડ દ્વારા)
હાલ મિશ્રઋતુ હોવાથી રોગચાળો ફેલાવાની શક્યતા વધી શકે છે. ત્યારે તેને ધ્યાનમાં રાખીને બોટાદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાવડાના તમામ ગામોમા સર્વેલસ કામગીરી કરવામાં આવી હતી. સાથે સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમનાથના રોજીદ સબ સેન્ટરમાં પણ મેલેરિયા સર્વે, એબટ કામગીરી, ફિવર કેસની સ્લાઈડ કલેક્શન તેમજ વાહકજન્ય-પાણી જન્ય સહિતના રોગ અટકાયતી પગલા લઈ આરોગ્યલક્ષી સમજુતી આપવામાં આવી હતી. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાનીયાડના સબ સેન્ટરમાં NVBDCP અંતર્ગત હાઉસ ટુ હાઉસ સઘન પોરાનાશક અને એબેટની કામગીરી કરવામાં આવી હતી. અને ટીબી, વ્યસનમુક્તિ અંગે જાગૃતિ કેળવાય તે માટે સમજુતિ આપવામાં આવી હતી,આ તકે આરોગ્ય શિક્ષણ અને સેવાઓ આપવાનું સુંદર કામ વિવિધલક્ષી આરોગ્ય કર્મચારી અને આશાબેન દ્વારા કરવામાં આવ્યુ હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.