કુલપતિ ભીમાણી અને પરીક્ષા નિયામક સોનીએ રાજીનામું આપવું જોઈએ તેવી ગુજરાત પ્રોફેશનલ કોંગ્રેસ સમિતિના પ્રમુખની માગ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રાજકોટમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારમાં થયેલ પેપર કૌભાંડ અને ખાડે ગયેલી શિક્ષણનીતિ ઉપર પ્રહારો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2014થી આજ દિવસ સુધીમાં રાજ્યમાં અલગ અલગ 18 જેટલા પેપર લીક થયા હોવાની ઘટના સામે આવી છે. આ સાથે ડો.ગિરીશ ભીમાણી અને પરીક્ષા નિયામક નિલેશ સોની રાજીનામું આપવું જોઈએ તેવી માગ ગુજરાત પ્રોફેશનલ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નિદત બારોટે કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.