દુષ્કર્મના ગુનામાં મધ્યસ્થ જેલ સજા કાપી રહેલા કેદીએ બાથરૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો - At This Time

દુષ્કર્મના ગુનામાં મધ્યસ્થ જેલ સજા કાપી રહેલા કેદીએ બાથરૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો


રાજકોટની મધ્યસ્થ જેલમાં કેદીઓના આપઘાત અને આપઘાતની કોશિશના બનાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. આજે વધુ એક કેદીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. દુષ્કર્મના કેસમાં રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા કાપી રહેલા કાચા કામના કેદી દિપક હરજન (ઉં.વ.20) આજે મધ્યસ્થ જેલ 2માં યાર્ડ નંબર 3માં વહેલી સવારે બાથરૂમમાં જઈ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.