સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્નેહમિલન અને સન્માન કાર્યક્રમ યોજાયો - At This Time

સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્નેહમિલન અને સન્માન કાર્યક્રમ યોજાયો


સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્નેહમિલન અને સન્માન કાર્યક્રમ યોજાયો

જીઆઈડીસી, શ્યામ કેટરર્સ અમરેલી ખાતે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સ્નેહમિલન તેમજ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ ભરતભાઈ સુતરીયા, ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા, શીતલ કુલ પ્રોડક્ટના દિનેશભાઈ ભુવા, આસિસ્ટન્ટ મેનેજર જીઆઇડીસી ભાવનગર ગોહિલભાઈ, ચંદુભાઈ ચાંવ, વિનુભાઈ મેતલીયા, જીગ્નેશભાઈ મોદી, કનુભાઈ ગોજારીયા, વિઠ્ઠલભાઈ બામરોલીયા- મહિલા ગૃહ ઉદ્યોગ અમરેલી વગેરેની ઉપસ્થિતિમાં સ્નેહમિલન અને સન્માન કાર્યક્રમનું આયોજન થયું હતું. અમરેલીમાં લિમિટેડ કંપની શીતલ કુલ પ્રોડક્ટ જેવી એફએમસીજી સેક્ટરની સમગ્ર દેશમાં વિકસતી કંપની છે જે આંતરરાષ્ટ્રીય લેવલે પોતાની પ્રોડક્ટ્‌સ એક્સપોર્ટ કરે છે અને આશરે ૨૦૦૦થી વધુ લોકો રોજગારી મેળવે છે. સમગ્ર જીઆઇડીસીમાં પાંચથી છ હજાર લોકોને રોજગારી મળે છે. એગ્રીકલ્ચર, પ્રોસેસિંગ, એફએમસીજી, મેટલ, પ્લાસ્ટિક, ટ્રાન્સફોર્મર, જનરેટર, મશીનરીઝ, સોફ્‌ટવેર, પેકેજીંગ, ઇલેક્ટ્રોનિક્સ જેવા અનેક યુનિટો કાર્યરત છે. કાર્યક્રમની શરૂઆતમાં તમામ વેપારી ઉદ્યોગકારોએ પોતાનો પરિચય આપ્યો હતો. સ્વાગત પ્રવચન ચંદુલાલ શિવલાલભાઈ ચાંવ પ્રમુખ અમરેલી સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ જીઆઇડીસી દ્વારા કરવામાં આવ્યું હતું, કૌશિકભાઈ વેકરીયાને ચંદુલાલ ચાંવ, વિનુભાઈ મેતલીયા, વિઠ્ઠલભાઈ બામરોલીયા, જીગ્નેશભાઈ મોદી, ભુપેન્દ્રભાઈ પટણ, દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભરતભાઈ સુતરીયાને દિનેશભાઈ ભુવા, કનુભાઈ ગોજારીયા, સુધીરભાઈ રાજા, નાથાભાઈ ભંડેરીએ સન્માનિત કર્યા હતા, ગોહિલભાઈને સંજયભાઈ પરીખ, નિખિલભાઇ પરમાર, પ્રવીણભાઈ ફીણાવા, ભોળાભાઈ રાદડિયા, દીપકભાઈ કાબરીયાએ સન્માનિત કર્યા હતાં. જયેન્દ્રભાઈ શિંગાળાનું અશોકભાઈ ભૂમિ ઇન્ડસ્ટ્રીઝ, રસિકભાઈ પાથર, કિરીટભાઈ સાવન ઇન્ડસ્ટ્રીઝ, અસલમભાઈ બીલખિયા, બીપીનભાઈ ગજેરાએ સન્માન કર્યું હતું, મોમેન્ટોના દાતા વિઠ્ઠલભાઈ બાંભરોલીયાને બાબુભાઈ ગોલ, આશિષભાઈ મકવાણા, ભીખુભાઈ ડોડીયાએ સન્માનિત કર્યા હતા, ભુપેન્દ્રભાઈ પટણીને ચંદુભાઈ ચાંવ, વિનુભાઈ મેતલીયા, અશોકભાઈ બાવળીયા, કિશોરભાઈ ડોડીયાએ સન્માનિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા જીઆઇડીસી ઉદ્યોગકારોએ જહેમત ઉઠાવી હતી અને સંચાલન ભરત બાવીશીએ કર્યું હતું.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.