આજી ડેમના કાંઠેથી મહિલાના કપાયેલા-કોહવાયેલા બે પગ મળ્યા
આસપાસના વિસ્તારમાં પોલીસે સર્ચ કર્યું પરંતુ અન્ય અંગો ન મળ્યા હત્યા કરી લાશના કટકા કરી દેવાયા કે મેડિકલ વેસ્ટ?
શહેરની ભાગોળે આજી ડેમના કાંઠા નજીકથી કપાયેલા બે પગ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. બંને પગ મહિલાના હોવાની આશંકા સેવાઇ રહી છે. મહિલાની હત્યા કરી લાશના કટકા કરીને ફેંકી દેવાયા હતા કે કોઇ બીમાર મહિલા દર્દીના તબીબે પગ કાપ્યા હોય અને મેડિકલ વેસ્ટનો અયોગ્ય રીતે નિકાલ કરાયો છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.