*બોટાદમાં નારી વંદન ઉત્સવની ઉજવણી અંતર્ગત કાયદાકીય સેમિનારનું આયજન* - At This Time

*બોટાદમાં નારી વંદન ઉત્સવની ઉજવણી અંતર્ગત કાયદાકીય સેમિનારનું આયજન*


*બોટાદમાં નારી વંદન ઉત્સવની ઉજવણી અંતર્ગત કાયદાકીય સેમિનારનું આયજન*

ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓના રક્ષણ અધિનિયમ-૨૦૦૫, મહિલાઓને લગતા કાયદાઓ, ૧૮૧ નંબર દ્વારા મળતી મદદ વિશે મહિલાઓને માહિતગાર કરાયા

· બોટાદ જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉલ્લાસભેર ઉજવણી થઈ - રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત મહિલા મંડળ, બોટાદ ખાતે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓના રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે બોટાદના મહિલા પોલીસ સ્ટેશનના ઇ. ચા. પોલીસ ઇન્સ્પેકટરશ્રી હેતલબેન જોશી ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ મહિલા મંડળના સભાસદો, નારી અદાલતના કર્મચારીઓ, પોલીસ કર્મીઓ તથા અન્ય મહિલા સભ્યો, મહિલા કર્મચારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.સેમિનારમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી હેતલબેન દવે દ્વારા ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓના રક્ષણ અધિનિયમ-૨૦૦૫ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જિલ્લા ફિલ્ડ ઓફિસર ડૉ. પરીક્ષિત વાઘેલા દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી હતી. બોટાદ કોર્ટ ખાતેના એડવોકેટશ્રી હિરેનભાઇ શાહ દ્વારા આપણા દેશમાં લાગુ એવાં મહિલાલક્ષી કાયદાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

સેમિનારના મુખ્ય અતિથિ ઇ. ચા. પોલીસ ઇન્સ્પેકટરશ્રી હેતલબેન જોશીએ મહિલાઓને લગતા કાયદાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી અને જો તેમની પર કોઇપણ પ્રકારનો અત્યાચાર થાય તો તેને રોકવા માટે કાયદા અંતર્ગત પોલીસ ફરીયાદ કરવા જણાવ્યુ હતું. તેમણે મહિલાઓને સંબોધતા ઉમેર્યું હતું કે, આપણે આપણી જાતના સ્વ-બચાવ માટે હંમેશા તત્પર રહેવું જોઇએ અને કોઇનાથી પણ ડર્યા કે ગભરાયા વિના સમસ્યાઓનો સામનો કરવો જોઇએ. તેમણે ઉપસ્થિત સૌને ઇ-એફ. આઇ. આર. વિશેની માહિતી પણ આપી હતી.

૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇનના સ્ટાફ દ્વારા ૧૮૧ નંબર દ્વારા મળતી મદદ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલરશ્રી રીનાબેન વ્યાસે ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.