શ્રી રણછોડદાસજી બાપા ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ ટ્રસ્ટ સ્થાપના દીને ગુજરાતમાં સૌપ્રથમવાર વિક્રમજનક 500 (પાંચસો) બાળ મોતિયાના દર્દીઓના મફત ઓપરેશનનો સુપર મેગા નેત્રયજ્ઞ
શ્રી રણછોડદાસજી બાપા ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ ટ્રસ્ટ સ્થાપના દીને
ગુજરાતમાં સૌપ્રથમવાર વિક્રમજનક 500 (પાંચસો) બાળ મોતિયાના દર્દીઓના મફત ઓપરેશનનો સુપર મેગા નેત્રયજ્ઞ
રાજકોટ શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ શ્રી સદગુરુ સદન ટ્રસ્ટ,રાજકોટ ના સ્થાપના દિવસ નિમિત્તે શ્રી શ્રી રણછોડદાસજીબાપા ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર વિક્રમજનક 500 (પાંચસો) બાળ મોતિયાના દર્દીઓના મફત ઓપરેશનનો સુપર મેગા નેત્રયજ્ઞ
50,000 (પચાસ હજાર) રૂપિયાવાળું બાળમોતિયાનું ઓપરેશન મફત કરવામાં આવશે, વહેલા તે પહેલા ધોરણે નામ નોંધવા નમ્ર વિનંતી.
શ્રી સદગુરુ સદન ટ્રસ્ટ (પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ)ના સ્થાપના દિવસ નિમિતે ગુજરાતમાં સૌપ્રથમવાર બાળ મોતિયાના દર્દીઓની સેવાના મહાયજ્ઞ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞ પ. પૂ. શ્રી સદગુરુદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુ શ્રી ની અસીમ કૃપા તથા પ્રેરણાથી તા.11.05.2023,ગુરુવારના રોજ ભવ્ય ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ બાળ મોતિયા 1 વર્ષના બાળકથી લઈને 10 વર્ષના બાળક સુધી નાની ઉંમર માં મોતિયા આવી જાય છે , જેમ ની સારવાર ખૂબ જ ખર્ચાળ છે, જે સારવાર અન્ય કોઈપણ હોસ્પિટલમાં કરાવતા તેનો ખર્ચ રૂ.50,000 થી પણ વધારે થાય છે , જેથી ગરીબ માવતર તેમના બાળકોની સારવાર કરાવી સકતા નથી, આવા ગરીબ માવતર પૈસા ના વાંકે તેમના બાળક આંખની રોશની ના ગુમાવી બેસે અને તેમનું જીવન અને બાળપણ હર્યુભર્યું રહે એ માટે ખાસ બાળ મોતિયા ના દર્દીઓની સેવા માટે આ મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવેલ છે.લઈ શકે. અને શિયાળામાં જે રીતે ઓપરેશન કરવામાં આવે છે તે જ રીતે ઉનાળા માં ખાસ કોલ્ડ ફેકો મશીનથી ટાંકાવગરના સોફ્ટ ફોલ્ડેબલ નેત્રમણી સાથે નામાંકિત ડૉક્ટર દ્વારા ઓપરેશન કરવામાં આવશે. બાળકો અને માતા-પિતા એસી હોલમાં રહીને ભોજન, ચા, નાસ્તો, દવા, ટીંપા,ચશ્માશુદ્ધ ઘી નો શિરો વિનામૂલ્યે જ આપવામાં આવશે.તો સૌને અમારી નમ્ર વિનંતી છે કે આપની આજુબાજુમાં, ગામડામાં, શહેરમાં કે ગુજરાતમાં ક્યાંય પણ બાળ મોતિયાના દર્દી હોય તો આ બાળ મોતિયા સેવા કેમ્પમાં જોડાવા વિનંતી.
આંખનો મોતિયો હોય તેવા તમામ બાળ દર્દીઓ પોતાનું નામ, તારીખ 10/05/23, બુધવાર, રૂબરૂ અથવા મોબાઈલ નં. દ્વારા રજીસ્ટ્રેશન કરાવીને આ મહાયજ્ઞમાં જોડાઈ શકે છે.
શ્રી સદગુરુ સદન ટ્રસ્ટ (પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ) રાજકોટ.શ્રીરણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, આશ્રમ માર્ગ, કુવાડવા રોડ, રાજકોટ-૩૬૦૦૦૧.મો.9586308178, 84609 28508 દ્વારા અનુરોધ કરાયો છે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.