પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારની માગણી થી તાલુકાની બે પ્રાથમિક શાળામાં માધ્યમિક વર્ગો શરૂ કરવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો
*પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારની માગણી થી તાલુકાની બે પ્રાથમિક શાળામાં માધ્યમિક વર્ગો શરૂ કરવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો*
*રીપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા, તલોદ,સાબરકાંઠા*
તલોદ ની લવારી અને પ્રાંતિજ ની ગલતેશ્વર પ્રાથમિક શાળામાં ધોરણ નવ નો અભ્યાસક્રમ ભણાવાશે... ગુજરાત રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.સાબરકાંઠા જિલ્લો પછાત વિસ્તાર છે આ જિલ્લાના પ્રજાજનો મુખ્યત્વે ખેતી અને પશુપાલન ના વ્યવસાય ઉપર નિર્ભર છે.આજની કારમી મોંઘવારીમાં આમ નાગરિક ને એક સાથે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ વચ્ચે વર્તમાન સંજોગોમાં શિક્ષણ ઘણું જ મોંઘું થયું છે.બાળકોના અભ્યાસ પાછળ વાલીઓની વર્ષે દહાડે હજારો લાખો રૂપિયાનો ખર્ચો થતો હોય છે ત્યારે આ ખર્ચ ને પહોંચી વળવા આમ નાગરિક દિવસ રાત સતત તનતોડ મહેનત બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કરતો હોય છે અને બાળકોનું શિક્ષણ ન બગડે અને ઉચ્ચ શિક્ષણ હાંસલ કરે તેવી દરેક વાલીઓની આશા ની અપેક્ષા હોય છે ત્યારે રાજ્ય સરકારે પણ આમ નાગરિકોને રાહત થાય અને શિક્ષણ પાછળ થતા ખર્ચમાંથી મુક્તિ મળે અને તે બચતના નાણા પરિવારના જીવન નિર્વાહ,આરોગ્ય અને સુખાકારી માટે ઉપયોગી થઈ શકે તથા સૌ ભણે સૌ આગળ વધે સૌ શિક્ષિત બને તેવા ઉમદા ધ્યેય સાથે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પછાત એવા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ તાલુકાની બે પ્રાથમિક શાળાઓમાં ચાલુ વર્ષથી ધોરણ ૯ એટલે કે માધ્યમિક શિક્ષણના વર્ગોની શરૂઆતનો પ્રારંભ કરવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે આ બંને શાળામાં માધ્યમિક શિક્ષણ મેળવનાર વિધાર્થી ભાઈ બહેનોને રાજ્ય સરકાર મફતમાં ગુણવત્તા યુક્ત શિક્ષણ પાઠ્યપુસ્તકો, માધ્યમિક શિષ્યવૃત્તિ તથા દીકરીઓ માટે ની નમો લક્ષ્મી સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલની સહાય જેવી વિવિધ યોજનાઓનો લાભ વિધાર્થી ભાઈ બહેનોને વિના મૂલ્યે મળી રહેનાર હોઈ લવારી તથા ગલતેશ્વર ગામના પ્રજાજનોમાં ખુશીની લાગણી પ્રસરી જવા સાથે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ના આ અર્થાત પ્રયત્નો થકી રાજ્ય સરકાર દ્વારા ઉપરોક્ત ગામની બંને પ્રાથમિક શાળામાં માધ્યમિક શિક્ષણ વર્ગના ક્લાસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવતા સ્થાનિક પ્રજાજનોએ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારનો આભાર વ્યક્ત કર્યો હતો.. આ બાબતે પ્રાંતિજ ધારાસભ્ય શું કહે છે.. તાજેતરમાં રાજ્ય સરકાર તથા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પછાત એવા સાબરકાંઠા જિલ્લાના તલોદ અને પ્રાંતિજ તાલુકાની લવારી અને ગલતેશ્વર પ્રાથમિક શાળામાં માધ્યમિક શિક્ષણ ના વર્ગ શરૂ કરવા બાબતે ટેલીફોનિક સંપર્ક કરતા પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર એ જણાવ્યું હતું કે ચાલુ વર્ષથી જ બંને પ્રાથમિક શાળામાં માધ્યમિક ધોરણ ૯ વર્ગનો પ્રારંભ કરવામાં આવશે આ બંને શાળાના બાળકોને રાજ્ય સરકાર દ્વારા ગુણવત્તા યુક્ત શિક્ષણ
વિના મૂલ્યે પાઠ્ય પુસ્તકો તેમજ શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત વિધાર્થી ભાઈ બહેનોને લાભ મળી રહેશે અને સૌ ભણે સૌ આગળ વધે સૌ શિક્ષિત બને એ ધ્યેય સાથે રાજ્ય સરકાર કામ કરી હોઈ આગામી સમયમાં ધોરણ 10 નો પણ સમાવેશ થશે તેવી હૈયાધારણા સાથે જણાવ્યું હતું.
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.