બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પ્રેરીત જ્યોતી મહિલા વિકાસ સંગઠન દ્વારા તેજસ્વી તારલાઓ નો સન્માન સમારંભ યોજાય ગયો. - At This Time

બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પ્રેરીત જ્યોતી મહિલા વિકાસ સંગઠન દ્વારા તેજસ્વી તારલાઓ નો સન્માન સમારંભ યોજાય ગયો.


બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પ્રેરીત

જ્યોતી મહિલા વિકાસ સંગઠન દ્વારા તેજસ્વી તારલાઓ નો સન્માન સમારંભ યોજાય ગયો.

બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પ્રેરીત, જ્યોતી મહિલા વિકાસ સંગઠન બગસરા દ્રારા, તારીખ ૧૪ સપ્ટેમ્બર ને શનિવાર નાં રોજ મહિલા મંડળ ની બહેનો ના તેજસ્વી તારલાઓ નો સન્માન સમારંભ યોજાય ગયો. જેમાં બગસરા શહેર માં ચાલતાં ૩૫ મહિલા મંડળ ના ૨૪ તેજસ્વી બાળકો ને રાજયોગીની બ્રહ્મ કુમારી શ્રી રસિલાદીદી ના અધ્યક્ષ સ્થાને તથા અમરેલી જિલ્લા ના જાણીતા મહિલા અગ્રણી શ્રીમતી ભાવનાબેન ગોંડલિયા અને કોકિલા બેન કાકડિયા ના અતિથિ વિશેષ સ્થાને એક મહિલા સંવાદ અને વિધાર્થી સન્માન કાર્યક્રમ યોજાય ગયો. જેમાં બાળ કેળવણી માં માતા ની ભૂમિકા, મહિલા ઓ આત્મ નિર્ભર કેવી રીતે બની શકે? આપણી આધ્યાત્મિક શક્તિ ને ઉજાગર કરી, જીવન જીવવાનો આનંદ કેવી રીતે મેળવી શકાય? સામાજિક અને પારીવારીક પ્રશ્નો ઉકેલવા માટે ની સમજ કેળવવાની કેળવણી આપવાથી, એક તંદુરસ્ત સમાજ નું નિર્માણ થય શક્શે. આપણે આવતીકાલ નો સમાજ કેવો બનાવવો છે? તેનો આધાર બાળ કેળવણી છે. માત્ર અભ્યાસ લક્ષી શિક્ષણ આપવામાની જગ્યાએ જીવન ઘડતર ના શિક્ષણ ની ખાસ જરૂર છે, જે બાબતે મહિલા મંડળ ની બહેનો સામુહિક સહ ચિંતન કરી, બાળ માનસ નું ધડતર કરતા થાય, તેવો પ્રયાસ કરવા સૌ ઉપસ્થિત મહાનુભાવો એ સુર વ્યક્ત કરેલ. આ કાર્યક્રમમાં સીનીયર સીટીઝન પરીવાર બગસરા ના પ્રમુખ શ્રી નિરૂપમા બેન વૈષ્ણવ, બાળ કેળવણી મંદીર બગસરા ના નિયામક શ્રી ભારતીબેન ધાંધીયા, જનતા કન્યા વિદ્યાલય ના આચાર્ય શ્રી શોભનાબેન શેખ, મહિલા સંગઠન ના પ્રમુખ શ્રી નિગમ બેન બૂચ, વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા ના ટ્રસ્ટી શ્રી જયશ્રીબેન સાવલિયા વગેરે એ ૨૦૦ થી વધુ બહેનો ને જરૂરી માર્ગદર્શન આપી, ૨૪ બાળકો ને સન્માન પત્ર અને ઈનામો આપી બાળકો ને બીરદાવેલ. તેમજ બાળકો અને તેની માતાઓએ પોતાનો પ્રતિભાવ આપી, સંગઠન ની કામગીરી ને બિરદાવી હતી તેમ મહિલા સંગઠન ના મંત્રી શ્રી કવિતા બેન ડામોર ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.