મવડીમાં જર્જરિત ટ્રક બની કચરાપેટી,તંત્રના આંખે પાટા - At This Time

મવડીમાં જર્જરિત ટ્રક બની કચરાપેટી,તંત્રના આંખે પાટા


મવડીમાં બાપા સીતારામ ચોકથી સ્વામિનારાયણ ગુરુકુળ તરફ જતાં રસ્તા પર એક પ્લોટ નજીક લાંબા સમયથી એક બિનવારસી હાલતમાં જર્જરિત ટ્રક પાર્ક કરી છે, આ ટ્રક લાંબા સમયથી ત્યાં પડી હોવાથી આસપાસના વિસ્તારના લોકો ત્યાં કચરો ફેંકી જાય છે. આ સ્થળે કચરો ફેંકતા લોકો તો ગંદકી માટે જવાબદાર છે જ સાથો સાથ આ ટ્રકને દૂર નહીં કરનાર તંત્ર વાહકો પણ એટલા જ જવાબદાર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.