રાજકોટમાં વાહનમાં ‘POLICE’ના લખાણ દૂર ન કરનાર મહિલા ASI સહિત 7 પોલીસ કર્મીને ક્વાર્ટર ખાલી કરવા આદેશ
રાજકોટ શહેરના નવ નિયુક્ત પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે તમામ અધિકારી અને સ્ટાફને વાહનોમાંથી પોલીસના લોગો કે વાહનમાં પોલીસનું બોર્ડ રાખવાની મનાઇ ફરમાવી હતી. એક સપ્તાહ સુધી ઝુંબેશ ચાલુ રાખ્યા બાદ જે કોઇ પોલીસના વાહનોમાં પોલીસ લખેલું કે પોલીસનો લોગો દેખાશે તો તેમને હેડકવાર્ટરમાંથી લાઇન આઉટ એટલે કે કવાર્ટર ખાલી કરી દેવાશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. છતાં કેટલાક પોલીસ સ્ટાફે બોર્ડ નહી કાઢતા આવા સાત કર્મચારીને કમિશ્નરના નિયમનું પાલન ન કરવા અને શિસ્તભંગ બદલ દિવસ-7માં કવાર્ટર ખાલી કરી દેવાની નોટીસ ફટકારતા પોલીસ બેડામાં ભારે કચવાટ ફેલાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.