ધંધુકા સરકારી દવાખાનાના સ્ટાફને જેલમાં પુરાવી દેવા શખ્સે ધમકી આપી. - At This Time

ધંધુકા સરકારી દવાખાનાના સ્ટાફને જેલમાં પુરાવી દેવા શખ્સે ધમકી આપી.


ધંધુકા સરકારી દવાખાનાના સ્ટાફને જેલમાં પુરાવી દેવા શખ્સે ધમકી આપી.

ધંધુકા સરકારી હોસ્પિટલ ખાતે એક શખ્સે જોહુકમી,અવ્યવહારુ વર્તન કરી , જેલમાં પુરાવી દેવાની ધમકી આપી હતી.જેના ત્રાસથી ગળે આવી ગયેલા નર્સિંગ સ્ટાફે ઉપરી અધિકારીને સમગ્ર હકીકત વર્તવતા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ટએ શખ્સ સામે પોલિસ ફરિયાદી કરી છે.

માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના સીએચસી સરકારી હોસ્પિટલ ખાતે છેલ્લા ત્રણ મહિનાથી એક શખ્સ હોસ્પિટલના મહિલા નર્સ અને પુરુષ નર્સ સાથે જોહુકમી, અવ્યવહારુ વર્તન કરી ધાકધમકી આપતો હોવાનું હોસ્પિટલના સ્ટાફે આક્ષેપ કર્યા છે. જેમાં તમામ સ્ટાફે ધંધુકાના પડાણા રોડ પર આવેલી ધંધુકા સબ ડિસ્ટ્રિક્ટ સરકારીના સુપિંટેંડ તરીકે નોકરી કરતાં ડો. ભાવેશભાઈ રમૂભાઈ હડિયલ(ઉ.વ, ૪૧ રહે દેવાલય બંગલોઝ , ન્યુ સિટી રોડ, ચાંદખેડા ગામ, અમદાવાદને રજૂઆત કરતાં તેમણે ઉપરી અધિકારીઓને જાણ કરી આજ રોજ બુધવારે મુકેશભાઈ ખુશાલભાઈ કોરડીયા રહે રંગપુર ધંધુકા સામે ધંધુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરવી છે. સુપ્રિન્ટેન્ડ જણાવ્યુ હતું કે આ શખ્સ સરકારી હોસ્પિટલમાં ત્રણ ચાર માસથી હોસ્પિટલના મહિલા નર્સ અને પુરુષ નર્સ સહિતના કર્મચારીઓ સાથે જોહુકમી, અવ્યવહારુ વર્તન કરી હું કહું તેમ દવા આપવાની તેવી ધાકધમકી આપી .આ ઉપરાંત શખ્સ જો તમે મારા વિરુદ્ધ કાઇ કરશો તો હું તમારા વિરુદ્ધમાં અન્ય સ્ટાફ મારફતે જેલમાં પુરાવી દઇ સ્ટાફ વિરુદ્ધ અરજીઓ કરી એટ્રોસિટીની ફરિયાદ કરીશ તેવી ધમકી આપી સ્ટાફને દબાવતો હતો. શખ્સ વિરુદ્ધમાં ધંધુકા મથકમાં ગુનો નોંધી ધોરણસર તપાસ હાથ ધરાઇ છે.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.