ભર શિયાળે અંબાલાલ પટેલ ની માવઠા ની આગાહી (એટ ધિસ ટાઈમ પુષ્પક શુક્લ ગાંધીનગર)
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આવનારા સમય મા હવામાન મા થનારા ફેરફાર અંગે આજે આગાહી કરી છે અને તેમને જણાવ્યું કે આવનારા સમય મા ગુજરાત રાજ્ય ના હવામાન મા પલટો આવવાની શક્યતાઓ છે.
૨૬ ડિસેમ્બર ના રોજ બંગાળ ના ઉપસાગર મા વધુ એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ છે અને તેના કારણે આવનાર ૪ જાન્યુઆરી સુધી ગુજરાત રાજ્યનું વાતાવરણ બદલાશે અને માવઠું થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી હતી.
અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર આવનાર સમય મા રાજ્યના તાપમાન મા નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળશે અને સવાર મા ઠંડી વધવાની શક્યતાઓ છે તેઓએ જણાવ્યું કે ૨૧ ડિસેમ્બર પછી રાજ્ય મા કડકડતી ઠંડી પડે તેવી શક્યતાઓ છે.
તેમને જણાવ્યું કે ૨૨ ડિસેમ્બર પછી વાદળછાયું વાતાવરણ રહેશે અને તે સમય મા માવઠું થશે તો ઠંડી વધવાનો શક્યતાઓ રહેલી છે. આમ રાજ્ય મા બપોર ના સમયે ગરમી રાત્રે અને સવારે ઠંડી અને જો માવઠું થાય તો ત્રેવડી ઋતુ નો અનુભવ થશે.
9998891414
આ પ્રકારના તમામ સમાચાર માટેે
