હવામાં ટકરાયા પેરાશૂટ, VIDEO:નેવીના બે અધિકારી ઊંધે માથે દરિયામાં ખાબક્યા, વિશાખાપટ્ટનમમાં ભયાનક દુર્ઘટના, લોકો ચીસો પાડી ગયા
વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળના બે અધિકારીઓ ગુરુવારે ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશનના રિહર્સલ દરમિયાન એક દુર્ઘટનાનો શિકાર બન્યા. લેન્ડિંગ દરમિયાન તેમનાં પેરાશૂટ એકબીજામાં ફસાઈ ગયા. જે બાદ બંને થોડા સમય માટે હવામાં ફરતાં રહ્યા અને રામકૃષ્ણ બીચના પાણીમાં પડી ગયા. સદનસીબે આ સમયે રેસ્ક્યૂ ઓપરેશન બોટ ત્યાં જ હાજર હતી, અને બંને અધિકારીઓને બચાવી લીધા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.