"હું મોદીથી નથી ડરતો, સત્યને બાંધી શકાય નહી": રાહુલ ગાંધી - At This Time

“હું મોદીથી નથી ડરતો, સત્યને બાંધી શકાય નહી”: રાહુલ ગાંધી


નવી દિલ્હી,તા. 4 ઓગસ્ટ 2022, ગુરુવાર  મોનસૂન સત્રમાં હાજરી આપવા સંસદ પહોંચેલા પૂર્વ સાંસદ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ PM નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે. નેશનલ હેરાલ્ડ ઓફિસ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા અંગે મીડિયા દ્વારા પૂછવામાં આવેલા સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, "હું મોદીથી બિલકુલ ડરતો નથી. તેઓ વધુ બેરિકેડ લગાવી શકે છે પરંતુ સત્યને બેરિકેડ કરી શકાતું નથી."#WATCH दिल्ली: कांग्रेस सांसद राहुल गांधी ने संसद पहुंचने के बाद कहा, ''मैं मोदी से बिल्कुल भी नहीं डरता। वे और मोर्चाबंदी कर सकते हैं लेकिन सत्य की मोर्चाबंदी नही की जा सकती है। pic.twitter.com/fQyxZ3xeVD— ANI_HindiNews (@AHindinews) August 4, 2022 થોડા સમય પહેલા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે,"અમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ વિચારે છે કે, અમારા પર થોડું દબાણ કરવાથી અમે ચૂપ કરી થઇ જઇશુ પરંતુ અમે ચૂપ રહેવાના નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે કરી રહ્યા છે તે લોકશાહીની વિરુદ્ધ છે, અમે તેમની વિરુદ્વમાં ઊભા રહીશું." 'હર ઘર તિરંગા'ને લઇને પણ ટ્વીટ કર્યુંરાહુલ ગાંધીએ કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગમાં તિરંગા સાથેની તસવીરો ટ્વીટ કરીને લખ્યું હતું કે, કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગના તમામ સાથીઓને મળીને ખૂબ જ આનંદ થયો. ઈતિહાસ સાક્ષી છે કે, 'હર ઘર તિરંગા' અભિયાન ચલાવનારા દેશદ્રોહી સંગઠનમાંથી આવ્યા છે. તેમણે 52 વર્ષ સુધી તિરંગો નહોતો લહેરાવ્યો. આઝાદીની લડાઈથી તેઓ કોંગ્રેસ પાર્ટીને રોકી શક્યા નથી અને આજે પણ નહીં રોકી શકે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.